Rajkot, તા.22
ચોરી ફોર્જિંગના કેસમાં આરોપી બહાદુર ચાવડાના જામીન રાજકોટની અદાલતે નામંજુર કર્યાં છે. કેસની વિગત અનુસાર, આરોપી બહાદુરભાઈ નાનજીભાઈ ચાવડા (રહે. કદીયા ગામ બાવભાઈ નાજાભાઈ ભુવાની વાડીએ. તા. ખાંભા, જી.અમરેલી) વિરુદ્ધ આઈપીસી કલમ 379, 465, 468, 471, 114 મુજબના ગુનામાં ચાર્જશીટ સને 2021 ની સાલમાં દાખલ કરવા માં આવેલ હતું.
તાજેતરમાં વર્ષ 2025માં આરોપી ઉપર વોરંટનો હુકમ કરવામાં આવેલ હતો અને ત્યાર બાદ આરોપી કોર્ટમાં હાજર થઈને વોરંટ રદની અરજી રજુ કરતા જે નામંજુર કરી આરોપીને જયુ.કસ્ટડીમાં લેવાનો હુકમ કરાવમાં આવેલ હતો. ત્યાર બાદ આરોપી પક્ષે વકીલએ હાજર રહીને આરોપીની જામીન અરજી રજુ કરેલ હતી. આરોપીના વકીલે એવી દલીલ કરેલ કે, આરોપી વુધ્ધ તથા ગરીબ વર્ગના છે અને કુટુંબના ભરણપોષણની જબાબદારી પણ તેમના માથે છે.
હવે પછી આરોપી નીયમીત રીતે કોર્ટ માં હાજર રહેશે. જેથી આરોપીને જામીન મુકત કરવા જોઈએ. સરકાર પક્ષે એ.પી.પી. શિતલ જોષીએ આરોપીની જામીન અરજી સામે સખ્ત વાંધો લીધેલ અને આરોપી એ અદાલતના બેલના હુકમની કંડીશનનુ પાલન કરેલ ન હોઈ અને બેલ જમ્પ કરેલ હોઈ અને કોર્ટમાં જામીન આપવા છતા પણ હાજર રહેતા ન હોઈ માટે જામીન અરજી રદ કરવા અરજ ગુજારેલ હતી.
બંને પક્ષની દલીલો બાદ સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી રાજકોટના 12 માં એડી. ચીફ જયુ. મેજી. એ. આર. સોનીએ આરોપી બહાદુરભાઈ નાનજીભાઈ ચાવડાની જામીન અરજી નામંજુર કરવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર પક્ષે મદદનીશ સરકારી વકીલ શિતલ જોષી રોકાયેલા હતા.