Botad તા.30
બોટાદના રાધે ઈન્ડસ્ટ્રીઝના ભાગીદાર પેઢીના બીપીનભાઈ રમણીકભાઈ વીરજાએ આરોપી હિતેશભાઈ ગોવિંદભાઈ પટેલને કપાસીયા ખોળ આપેલ જેના બીલની રકમ રૂા,2,86,520 આરોપી હિતેશભાઈ ગોવિંદભાઈ પટેલ પાસેથી લેવાની રહેતી હતી. જે રકમના બદલામાં આરોપીએ બેંક ઓફ બરોડા શાખાનો તા.13/3નો ફરીયાદી પેઢીના નામનો ચેક લખી આપેલ જે ચેક ફરીયાદીએ વટાવવા રજુ કરતા તા.16/3/20ના રોજ પેમેન્ટ સ્ટોપ્ડના શેરા સાથે પરત ફરેલ જેથી ફરીયાદી બીપીનભાઈ રમણીકભાઈ વીરજાનાએ બોટાદ કોર્ટમાં નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ 138 અન્વયે ફરીયાદ દાખલ કરેલ.
ફરીયાદ પક્ષે ચેક, રીટર્ન મેમો, લીગલ નોટીસ વિગેરે તમામ દસ્તાવેજો રજુ રાખેલા આ તમામ દસ્તાવેજો તથા પુરાવાઓને લક્ષમાં લઈ બોટાદના જયુડીશ્યલ ફર્સ્ટ કલાસ મેજી. ભાવેશભાઈ ગોવિંદભાઈ સોલંકીએ આરોપી હિતેશભાઈ ગોવિંદભાઈ પટેલને એક વર્ષની સાદી કેદની સજા તથા રૂા.5,73,040 અંકે રૂા.પાંચ લાખ તોતેર હજાર ચાલીસ પુરા દંડનો હુકમ કરવામાં આવેલ છે. ફરીયાદ પક્ષે વકીલ ચૈતન્ય આર. મહેતા, હિતેશકુમાર કે. પરમાર, સંજય એચ. ખાંજાલીયાનાઓ હાજર રહેલા.