Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Srileela ની ‘હલદી’ની તસવીરો વાયરલ, ચાહકોમાં અનેક અટકળો

    June 2, 2025

    Smriti Irani એ સિક્યોરિટી સાથે ક્યોંકિ સાસનું શૂટિંગ શરૂ કર્યું

    June 2, 2025

    મારી ૨૫ વર્ષની તપસ્યાનું આ ફળ છેઃ Mamta Kulkarni

    June 2, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Srileela ની ‘હલદી’ની તસવીરો વાયરલ, ચાહકોમાં અનેક અટકળો
    • Smriti Irani એ સિક્યોરિટી સાથે ક્યોંકિ સાસનું શૂટિંગ શરૂ કર્યું
    • મારી ૨૫ વર્ષની તપસ્યાનું આ ફળ છેઃ Mamta Kulkarni
    • ‘The Royal Ignore’ બરોડાનાં મહારાણી રાધિકા રાજેએ ‘ધ રોયલ્સ’ની ટીકા કરી
    • અક્ષયની ‘Housefull 5’ના શૂટિંગમાં થયો વિરોધ
    • કર્ણાટકમાં ફિલ્મ ઠગ લાઈફ પર પ્રતિબંધની માંગણી
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Nifty futures ૨૫૦૮૮ પોઈન્ટ ઉપર તેજી તરફી માહોલ..!!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad યુવતીને જાળમાં ફસાવી દુષ્કર્મ આચરનારાને કોર્ટે 10 વર્ષની સજા અને રૂ.9 લાખનો દંડ
    અમદાવાદ

    Ahmedabad યુવતીને જાળમાં ફસાવી દુષ્કર્મ આચરનારાને કોર્ટે 10 વર્ષની સજા અને રૂ.9 લાખનો દંડ

    Vikram RavalBy Vikram RavalMay 31, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.31 

    અમદાવાદના નરોડા વિસ્તારમાં એક યુવતીને કુંવારા હોવાનું જણાવી પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી હતી.  ત્યારબાદ તેના પર અવાર નવાર દુષ્કર્મ ગુજારી ફોટા પાડી, વીડિયો ઉતારી યુવતીને બ્લેકમેલ કરવાના કેસમાં કોર્ટે ચૂકાદો આપ્યો છે.  દુષ્કર્મનો ભોગ બનાવવાના ચકચારભર્યા કેસમાં સેશન્સ કોર્ટે આરોપી શાંતિલાલ ઉર્ફે રાજ હકમારામ માળીને દસ વર્ષની સખત કેદની સજા અને રૂ. 9 લાખનો આકરો દંડ ફટકારતો શકવર્તી ચુકાદો જાહેર કર્યો હતો.

    વલસાડના યુવકે ફોટા-વીડિયો વાયરલ કરી દેતાં યુવતીની સગાઇ અને બાદમાં લગ્ન પણ તૂટી ગયા : કોર્ટે પીડિતાને વળતર અપાવ્યુ

    એડિશનલ સેશન્સ જજ ડી.એ.વોરાએ આ બાબતની ખૂબ જ ગંભીર નોંધ લઇ ચુકાદામાં નોંઘ્યું હતું કે, ભોગ બનનાર પીડિતાએ માનસિક અને શારીરિક પરિતાપ જે સહન કર્યો છે તેનું આર્થિક મૂલ્યાંકન થઇ શકે તેમ નથી. તેથી યુવતીને શંકા જતાં તેણે તેના કોઇ પરિચિત મારફતે આરોપીની તપાસ કરાવી તો, ખબર પડી કે, આ શાંતિલાલ ઉર્ફે રાજ હકમારામ માળી તો પરણેલો છે અને બે સંતાનોનો પિતા છે. એ દરમ્યાન યુવતીની અન્ય યુવક સાથે સગાઇ થઇ ગઇ હતી અને આરોપીની અસલિયતની જાણ થઇ જતાં તેણે તેની સાથે સંબંધ રાખવાનો ઇનકાર કરી દીધો હતો. પરંતુ આરોપીએ યુવતીના અંગત પળોના ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી તેને અવાર નવાર દુષ્કર્મનો ભોગ બનાવી હતી.

    ભોગ બનનાર પીડિતાને એક બાળકી પણ છે અને તે તેના પિતાના ઘેર રહેતી હોવાનું રેકર્ડ પર આવ્યું છે. ત્યારે પીડિતાને સમાજમાં પુનઃસ્થાપન કરવા અને સમાજમાં ફરી તે સ્વમાનભેર જીવી શકે તે હેતુથી તેને યોગ્ય અને જરૂરી વળતર અપાવવું એટલું જ આવશ્યક જણાય છે.

    ચકચારભર્યા એવા આ કેસના ટ્રાયલ દરમ્યાન રાજય સરકાર તરફથી અધિક સરકારી વકીલ મીનલ ભટ્ટે અદાલતનું ઘ્યાન દોરતાં જણાવ્યું હતું કે, શહેરના નરોડા વિસ્તારમાં રહેતી એક યુવતીને વલસાડમાં નાની ખત્રી વાડના વિશાલ કોમ્પલેક્ષમાં રહેતા આરોપી શાંતિલાલ ઉર્ફે રાજ હકમારામ માળીએ ઇન્સ્ટાગ્રામ મારફતે પોતાની જાળમાં ફસાવી હતી. આરોપીએ પોતે કુંવારો હોવાનું યુવતીને જણાવી ધીરેધીરે તેને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. અને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે અવારનવાર શારીરિક સંબંધો બાંઘ્યા હતા. એ દરમ્યાન આરોપીએ યુવતીના અંગતપળોના ફોડા અને વીડિયો ઉતારી લીધા હતા. બીજીબાજુ, યુવતી દ્વારા જયારે પણ લગ્નની વાત કરવામાં આવે ત્યારે આરોપી તેને ઉડાઉ જવાબ આપતો અને ટાળી દેતો હતો.

    વધુમાં, કોર્ટે દંડની રકમ પૈકી પાંચ લાખ રૂપિયા પીડિતાને વળતર પેટે ચૂકવી આપવા પણ હુકમ કર્યો હતો. કેસના ટ્રાયલ દરમ્યાન ચોંકાવનારી એ વાત સામે આવી હતી કે, વલસાડના વતની એવા આ આરોપીએ યુવતીને બ્લેકમેઇલ કરી હતી. બાદમાં યુવતીના વીડિયો અને ફોટા વાયરલ કરતાં તેની સગાઇ પણ તૂટી ગઇ હતી. એટલું જ નહી જયારે તેના લગ્ન  થયા તો, તે લગ્ન પણ આરોપીના વિકૃતિભર્યા કૃત્યના કારણે તૂટી ગયા હતા.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Gujarat માં કોરોનાના કેસમાં અચાનક ઉછાળો : એક જ દિવસમાં કોરોનાના ૬૮ કેસ

    May 31, 2025
    અમદાવાદ

    Ahmedabad માંથી ઝડપાઈ પાકિસ્તાની મહિલા

    May 31, 2025
    ગુજરાત

    પાંચ વર્ષથી નાના સંતાનની કસ્ટડી ફકત માતાને જ આપી શકાય : Gujarat High Court

    May 31, 2025
    અમદાવાદ

    Gujaratની પેટાચુંટણીમાં અરવિંદ કેજરીવાલ અને તેમના પત્ની સુનિતા કેજરીવાલ સ્ટાર પ્રચારકની યાદીમાં સામેલ

    May 30, 2025
    ગુજરાત

    Kadi પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે,આમ આદમી પાર્ટી તરફથી જગદીશ ચાવડા ચૂંટણી લડશે

    May 30, 2025
    ગુજરાત

    Gujaratમાં સ્કૂલ પ્રવાસ દરમિયાન 2 પોલીસકર્મી સાથે રાખવા પડશે

    May 30, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Srileela ની ‘હલદી’ની તસવીરો વાયરલ, ચાહકોમાં અનેક અટકળો

    June 2, 2025

    Smriti Irani એ સિક્યોરિટી સાથે ક્યોંકિ સાસનું શૂટિંગ શરૂ કર્યું

    June 2, 2025

    મારી ૨૫ વર્ષની તપસ્યાનું આ ફળ છેઃ Mamta Kulkarni

    June 2, 2025

    ‘The Royal Ignore’ બરોડાનાં મહારાણી રાધિકા રાજેએ ‘ધ રોયલ્સ’ની ટીકા કરી

    June 2, 2025

    અક્ષયની ‘Housefull 5’ના શૂટિંગમાં થયો વિરોધ

    June 2, 2025

    કર્ણાટકમાં ફિલ્મ ઠગ લાઈફ પર પ્રતિબંધની માંગણી

    June 2, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Srileela ની ‘હલદી’ની તસવીરો વાયરલ, ચાહકોમાં અનેક અટકળો

    June 2, 2025

    Smriti Irani એ સિક્યોરિટી સાથે ક્યોંકિ સાસનું શૂટિંગ શરૂ કર્યું

    June 2, 2025

    મારી ૨૫ વર્ષની તપસ્યાનું આ ફળ છેઃ Mamta Kulkarni

    June 2, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.