Rajkot,તા.06
શહેરમાં સસ્તા ભાવે જમીન અપાવી દેવાના બહાને કટકે કટકે રૂ.૧.૨૫ કરોડ રોકડા મેળવી લીધા બાદ ચુકવણી માટે આપેલો ચેક રૂ.૬૦ લાખનો ચેક પરત ફરવાના ગુનામાં મોર્ટ આરોપીને સમન્સ ઇસ્યુ કરી કોર્ટમાં હાજર થવા હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ રાજકોટના બેડી ગામે રહેતા વજશી અરજણ બેરાએ મફતના ભાવે જમીન અપાવી દેવાના બહાને ગાંધીનગર સચિવાલય તેમજ રાજકોટ કલેકટર સાથે વહીવટ કરવો પડશે તેમ કહી ફરીયાદી નિરવ ભટ્ટ પાસેથી કટકે કટકે રૂ.૧.૨૫ કરોડ રોકડા મેળવી લીધા હતા. ફરીયાદી પાસેથી આ રકમ મેળવ્યા બાદ ફરીયાદી નિરવ ભટ્ટ આર્થિક ગુન્હા નિવારણ શાખામાં છેતરપિંડીની ફરિયાદ નીંધાવશે તેવી દહેશતે પોલીસ સ્ટેશન બહાર સમાધાનમાં બોલાવી રૂા.૬૦ લાખનો ચેક આપ્યો હતો અને બાકીની રકમ થોડા સમયમાં ચુકતે કરશે તેવું જણાવ્યું હતું. જે ચેક વગર વસુલાતે પરત ફરતા ફરીયાદીએ તેના એડવોકેટ સમીર ખીરા મારફત કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. એડવોકેટ સમીર ખીરાની દલીલો ધ્યાને લઈ આરોપીને કોર્ટમાં હાજર રહેવા કોર્ટે સમન્સ ઇસ્યુ કર્યું છે.આ કેસમાં ફરીયાદી વતી રાજકોટના ખ્યાતનામ સરકારી વકીલ સમીર ખીરા રોકાયા છે.