Rajkot. તા.30
અમુલ સર્કલ પાસે ઉછીના આપેલ 8 લાખ પરત માંગતા યુવાન પર પિતરાઇ ભાઈઓનો હુમલો, મહિલાની છેડતી કરી વાહન, ઘઆ તોડફોડ કરી મોબાઈલ તોડી નાંખી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં થોરાળા પોલીસે રાયોટિંગ, છેડતી સહિતની કલમ હેઠળ નોંધી તપાસ આદરી હતી.
બનાવ અંગે 80 ફૂટ રોડ પર આંબેડકરનગર શેરી નં.06 આજી વસાહત પાસે રહેતાં 34 વર્ષીય યુવાને નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મહેશ કેશુ ભોજાણી, મનીષ મહેશ ભોજાણી, સંજય કેશુ ભોજાણી, કેશુ ચના ભોજાણી અને અભય સંજય ભોજાણીનું નામ આપતાં છેડતી, તોડફોડ, સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં ફરીયાદીએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓ ગાડીઓમાં લોડીંગનું મજુરીકામ કરે છે. તેને પોતાનું એકટીવા બે વર્ષ પહેલાં સંબંધી મહેશ કેશુ ભોજાણી અને મનીષ ભોજાણી પિતા-પુત્રને એક્ટિવા સબંધના દાવે વાપરવા લઈ ગયેલ હતા. તેઓએ એકટીવા પરત આપી દેશે તેવું વચન અને વિશ્વાસ આપેલ હતો. મોટાબાપુના દીકરા સંજય ભોજાણી સબંધના દાવે તેમનો મોબાઈલ વાપરવા લઈ ગયેલ જે પરત આપવાની ખાત્રી આપેલ હતી.
તેમજ મોટાબાપુ કેશુભાઈ ભોજાણી, મહેશ ભોજાણી અને મનીષ ભોજાણીને નાણાકીય જરૂરિયાત ઉભી થતા તેમની પાસેથી 8 લાખ ઉછીના રોકડ, ગૂગલ પે થી લઈ ગયેલ અને થોડાક ટાઈમમાં પરત આપવાની ખાત્રી આપેલ હતી. તેમને આપેલા 8 લાખ લોન તેમજ પત્નીના દાગીના બેંકમાં ગીરવે મૂકી અને નાના પાસેથી રૂપિયા ઉછીના લઈને સામેવાળાને આપેલ હતાં.
તેમજ તેમની કમાણીની બચતના રૂ.1.39 લાખમાંથી મહેશ ભોજાણીને કેન્સરની બીમારી થતા હાથ ઉછીના 1 લાખ આપેલ જે પરત કરેલ નહી. જેથી તેઓને નાણાકીય જરૂરિયાત ઉભી થતા રી રકમ પરત માંગતા ના પડી દીધેલ અને આરોપીઓએ ભેગા મળીને ગાડી, પૈસા, મોબાઈલ ભુલી જજે અને જો પરત માંગીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ હતી.
જેથી થોરાળા પોલીસ સ્ટેશનમાં સામેવાળા વિરૂધ્ધ ફરિયાદ કરેલ જેનો ખાર રાખી તા. 16-09 ના બપોરના સમયે તેઓ એક્ટીવા લઈને ગયેલ હતો. અમુલ સર્કલ પાસે 80 ફૂટ રોડ, રિલાયનસ પેટ્રોલ પંપની પાસે વિશ્વાસ પાન સેન્ટર ફાકી ખાવા ગયેલ ત્યારે સંજય ભોજાણી દારૂના નશામાં લોખંડનો પાઈપ લઈને આવેલ અને માથામાં, હાથમા, પગમાં પાઈપ મારી એકટીવા ગાડી ભાંગી નાખેલ અને તેમાં આશરે રૂ.15 હજારનું નુકશાન કરેલ હતું. તેમજ મોબાઈલમાં પાઇપ મારી ડિસ્પ્લે તોડી નાખી રૂ.15 હજારની નુકશાની કરેલ હતી.
જે બનાવ બન્યા બાદ 112 અને 108 માં ફોન કરતાં 108 મારફત સિવિલ હોસ્પિટલમાં સારવાર કરવા માટે ગયેલ હતો. આ બનાવ બાબતે તેમની બહેનને જાણ કરેલ હતી. થોડીવારમાં બેનનો ફોન આવેલ કે, આપણા ઘરે દારૂના નશામાં સંજય ભોજાણી સહિતના શખ્સો ઘસી આવેલ અને તેને ભાઈ છરી-ધોકા વડે હુમલો કરેલ પરંતુ તે જીવ બચાવીને ઘરમાં ભાગી ગયેલ અને તેને કોઇ ઇજા થયેલ ન હતી. ઘર વખરીમાં તોડ ફોડ કરી નુકશાની કરેલ આ બંનેએ ભાભીની છેડતી કરી અપશબ્દો બોલેલ અને ઢીકા પાટુનો માર મારીને ધમકી આપેલ કે, તારા પતિને બોલાવ નહીંતર આખા પરિવારને જાનથી મારી નાખીશું તેમ વાત કરેલ હતી.
તેમજ ફરીયાદી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલ ત્યાં મનીષ ભોજાણી ફોચ્ર્યુનર ગાડીમાં દારૂના નશામાં આવેલ અને ધમકી આપેલ કે, ફરિયાદ કરીશ તો બહાર તારી માથે ગાડી ચડાવી દઈશ અને તારા પરિવારને જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી ફરીયાદીનાં વાહનને દારૂના નશામાં છકડામાં ભટકાડી તેમાં પણ નુકશાની કરેલ હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી થોરાળા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ આદરી હતી.

