ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી રૂ.૮૦ હજારના મુદ્દામાલ સાથે, સુરતના અને સાવરકુંડલાના ત્રણ પંટરને ઝડપી લીધા : બુકી પ્રેમ બુદ્ધદેવની શોધ ખોળ
Rajkot,તા.08
શહેરના પંચનાથ પ્લોટમાં આવેલા વ્રજ એપાર્ટમેન્ટમાં પહેલા માળે ચાલતા ક્રિકેટ સત્તાનો ક્રાઈમ બ્રાન્ચની ટીમે પર્દાફાશ કરી, સુરતનો એક અને સાવરકુંડલાના બે મળી ત્રણ પંટરને ઝડપી લય, છ મોબાઈલ અને એક લેપટોપ મળી રૂ.૮૦ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જયારે રાજકોટના બુકી પ્રેમ બુદ્ધદેવની શોધ ખોળ હાથ ધરી છે.હાલમાં આઈ પી એલ ક્રિકેટ મેચની સીઝન ખુલી છે ત્યારે બુકીઓ અને પંટરો મેદાનમાં ઉતરી ગયા છે. સામે પોલીસ તંત્ર પણ સક્રિય બની ક્રિકેટ સટ્ટોનું નેટવર્ક ઝડપી રહ્યું છે.મળતી માહિતી મુજબ ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, પંચનાથ પ્લોટ મેઇન રોડ પર આવેલા વ્રજ એપાર્ટમેન્ટમાં પહેલા માળે આવેલા ફ્લેટ નંબર c 1મા, હાલમાં ચાલતા આઈપીએલ ક્રિકેટ મેચ પર મોટા પાયે સટ્ટો રમાઈ રહ્યો છે. બાતમી પરથી પીએસઆઇ વી ડી ડોડિયાની ટીમે ફ્લેટમાં દરોડો પાડી, લેપટોપના ક્રિકેટ સટ્ટો રમતો સુરતનો વરાછા રોડ પર આવેલા બજરંગ નગરમાં રહેતો રિતેશ ઉર્ફે ભોલો પંકજભાઈ બોરિયા, સાવરકુંડલાની રોનક નીતિનભાઈ બનાજરા અને વિવેક ઉર્ફે કાનો મગનભાઈ સોલંકી નામના શખ્સોને ઝડપી લઇ, લેપટોપ અને છ મોબાઈલ મળી રૂ.૮૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.ક્રાઈમ બ્રાન્ચે લેપટોપ ચેક કરતા ત્રણે શખ્સો BHAVANI777 નામની આઈડી દ્વારા હાલમાં ચાલતી મુંબઈ ઇન્ડિયન અને ગુજરાત ટાયસન્સ પર અન્ય ગ્રાહકોને આઈડી ફોરવર્ડ કરી ક્રિકેટ સટ્ટો રમતા અને રમાડતા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ઝડપાયેલા શખ્સોની પૂછપરછ કરતા તેઓને રાજકોટના પ્રેમ બુદ્ધદેવ નામના બુકીએ પંચનાથમાં ફ્લેટ ભાડે રાખી ત્રણેય શખ્સો પ્રેમ બુદ્ધદેવાનું ક્રિકેટ સટ્ટાનું સંચાલન કરતા હોવાની કબૂલાત આપી છે. ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધાર પ્રેમ બુદ્ધદેવ વિરુદ્ધ ગુનો નોંધી.તેની શોધ ખોળ હાથ ધરી છે. આ દરોડાની કામગીરી ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઇ વી ડી ડોડીયા, પ્રદીપસિંહ જાડેજા, દીપકભાઈ ચૌહાણ, અમિતભાઈ અગ્રાવત, રાજેશભાઈ જડુ, દિલીપભાઈ બોરીચા, વિશાલભાઈ દવે અને જયરાજભાઇ કોટિલા સહિતના સ્ટાફે કરી હતી.