Morbi,તા.16
પીપળીયા ચાર રસ્તા નજીકથી ગૌરક્ષકોની ટીમે બોલેરોમાં ક્રુરતાપૂર્વક દોરડા વડે બાંધીને લઇ જવાતા ૧૦ અબોલ જીવને બચાવી લીધા હતા જે મુદામાલ મોરબી તાલુકા પોલીસ મથકને સોપવામાં આવતા પોલીસે બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના બોરીચાવાસમાં રહેતા કમલેશભાઈ ભગવાનજીભાઈ બોરીચાએ આરોપીઓ ઇસાક મામદઅલી જત અને અલ્તાફ નિજામ જત રહે બંને નાના સરાડા તા. ભુજ કચ્છ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ પોતાની બોલરો પીકઅપ જીજે ૧૨ સીટી ૬૯૩૪ વાળીમાં ભેંસ પાડા જીવ નંગ ૧૦ દોરડા વડે ક્રુરતાપૂર્વક બાંધી હલનચલન ના કરી સકે તેવી રીતે ઘાસચારો કે પાણીની વ્યવસ્થા કર્યા વિના હેરાફેરી કરતા મળી આવ્યા હતા ગૌરક્ષકોની ટીમે પાડા નંગ ૧૦ કીમત રૂ ૫૦ હજાર અને બોલેરો કીમત રૂ ૨.૫૦ લાખ એમ કુલ 3 લાખનો મુદામાલ પોલીસને સોપ્યો હતો મોરબી તાલુકા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે