Junagadh તા.16
વંથલી તાબેના શાપુર ગામની સીમની વાડીમાં ચાલતા જુગારની કલબ પર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ત્રાટકી 5 મહિલા સહિત 19ને રૂા.1.01 લાખ રોકડા મળી કુલ 3.81 લાખથી વધુ મુદામાલ કબ્જે કર્યો હતો.
જુનાગઢ મેમણવાડામાં રહેતો અને શાપુરની સીમમાં વાડી ધરાવતો આમીરખાન હાસમખાન પઠાણ (ઉ.30) બહારથી માણસો બોલાવી જુગારનો અડ્ડો ચલાવતો હોવાની બાતમીના આધારે વહેલી સવારે 4.25 કલાકે ક્રાઈમ બ્રાંચના પીઆઈ જે.જે.પટેલ અને સ્ટાફે રેડ કરતાં આમીરખાન હાસમખાન પઠાણ, સાહિલ યુનુસ સાહિલ, સલીમ મામદ, ભીખા કરશન, દિવ્યેશ કાળા, નિખીલ વિનોદ, વસરામ પરસોતમ, જગમાલ હમીર, રફીક કરીમ, ઈમ્તીયાઝ જુસબ, રિયાઝ નુર મહમદ, પ્રદીપ વિનુ, દેવા ઉર્ફે કાના ભીમા, જસ્મીનાબેન ફારુક, ધોરાજીના યાસ્મીનખાન જાહીરખાન, નુરમાખાન મજીદખાન, ફાતમાબેન મુસા, નજમાબેન મજીદખાનને રોકડ રૂા.95330 નાલનાં રૂા.6500 સહિત રૂા.101830, મોબાઈલ-8, રૂા.110000 મો.સા.4 1,70,000 સાથે દબોચી લીધા હતા. જયારે અસ્લમ હુસેન શમા તથા મો.સા.નં. જી.જે.11-સીએમ.8802નો શખ્સ ભાગી છુટયો હતો. વંથલી પોલીસ ઈન્સ્પેકટર આર.એ.ચૌધરીએ તપાસ હાથ ધરી છે. રેડ દરમ્યાન વંથલી પોલીસ અંધારામાં રહી હતી.
બીજા દરોડામાં વંથલીના ધંધુકા ગામની સીમમાં જાહેરમાં જુગઠુ ખેલતા, ઓધા રાજસી સૂત્રેજા, કેશવ રામા સૂત્રેજા, પરબત હમીર ચાંડેલા, સાદીક નાથા સુમરા રે. આંબસીયા, ધીરુ નાથા સૂત્રેજા અને વિક્રમ મોહન વાધને રોકડ રૂા.101500 સાથે વંથલી પોલીસે પકડી લીધા હતા.