Jamnagar,તા ૧૦
જામનગરની અદાલતમાં ધ્રોળ તાલુકાના લતીપર ગામના એગ્રો ના એક વેપારી તેમજ રાજકોટના એક સોની વેપારીએ હાજર નહીં રહી, જામીન અથવા બોન્ડની શરતો નો ભંગ કર્યો હોવાથી બંને સામે સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં અદાલતના હુકમનો અનાદર કરવા અંગે નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં રહેતા તુષાર ઉર્ફે ખુશાલ ઉર્ફે ખોડો નાનજીભાઈ રામાણી નામનો વેપારી તેમજ રાજકોટમાં રેલનગર શેરી નંબર -૨ માં રહેતો અને સોની કામ કરતો મિલન નરેન્દ્રભાઈ પાટલીયા કે જે બંને આરોપીઓને જામનગરની ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એડિશનલ સેશન્સ જજની અદાલત સમક્ષ જામીન અથવા બોન્ડની શરતો અનુસાર કોર્ટમાં હાજર થવાનું હતું, પરંતુ બંને આરોપીઓએ જામીન અથવા બોન્ડની શરતો અનુસાર અદાલત સમક્ષ હાજર રહ્યા ન હતા, અને અદાલતના હુકમનો અનાદાર કર્યો હતો.
આથી સરકાર પક્ષે સીટી એ. ડિવિઝન ના એ.એસ.આઈ. એન. કે. ઝાલા ફરીયાદી બન્યા છે, અને તુષાર રામાણી તેમજ મિલન પાટલીયા સામે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં આઇપીસી કલમ ૨૨૯(એ) એ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. જે પ્રકરણની ખંભાળિયા ગેઇટ પોલીસ ચોકીના પીએસઆઇ એમ. કે. બ્લોચ વધુ તપાસ ચલાવી રહ્યા છે.