Morbi,તા.22
ઘુનડા ગામની સીમમાં બાળકને માટીમાં દાટેલી હાલતમાં ત્યજી દેવામાં આવ્યું હતું જે બાળકને સમયસર સારવાર મળતા જીવ બચી જવા પામ્યો છે અને બાળકને ત્યજી દેનાર અજાણી સ્ત્રી વિરુદ્ધ ટંકારા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
ટંકારાના ઘુનડા ગામની સીમમાં નવાગામ રોડ પર લક્ષદીપ કારખાના પાસેથી તા. ૧૯ માર્ચના રોજ બાળક મળી આવ્યું હતું બાળક માટીમાં અર્ધ દાટેલી હાલતમાં મળ્યું હતું બાળકના રડવાના અવાજને કારણે લોકોનું ધ્યાન જતા સમયસર હોસ્પિટલ ખસેડાયું હતું અને સારવાર મળતા બાળકનો જીવ બચી જવા પામ્યો છે બનાવ અંગે જાણ થતા ટંકારા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને બનાવની તપાસ ચલાવી છે તેમજ ટંકારા પોલીસ મથકમાં ફરજ બજાવતા રાજેશભાઈ કણઝારીયાએ અજાણી સ્ત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અજાણી સ્ત્રીએ પોતાની કુખે જન્મેલા ત્રણ ચાર દિવસના પુરુષ જાતિના તાજા જન્મેલા બાળકનો જન્મ છુપાવવાના ઈરાદે અસુરક્ષિત જગ્યાએ મૂકી ત્યજી દીધાની ફરિયાદ નોંધાવી છે ટંકારા પોલીસે અજાણી સ્ત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે