Jamnagar તા ૧૭
જામનગરમાં ગુલાબનગર નજીક પ્રભાત નગર વિસ્તારમાં રહેતી એક સગર્ભા મહિલા, કે જેને શાક બળી જવા જેવી સામાન્ય બાબતમાં પતિ સાથે ઝઘડો થયો હતો, અને ઉસકેરાયેલા પતિએ સાવરણી વડે પેટના ભાગે માર મારી ગંભીર ઇજા પહોંચાડતા પેટમાં રહેલુ બાળક મૃત્યુ પામ્યું છે. જે મામલે પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. આ બનાવને લઈને ભારે ચકચાર જાગી છે.
આ કરુણાજનક બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગુલાબ નગર નજીક પ્રભાત નગર વિસ્તારમાં રહેતી મનિષાબેન લક્ષ્મણભાઈ સોલંકી નામની ૩૧ વર્ષની દેવીપુજક યુવતીએ જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પોતાને પેટના ભાગે સાવરણી મારી ધક્કો મારી પછાડી દઇ પેટમાં રહેલા બાળકનું મૃત્યુ નીપજાવવા અંગે પોતાના જ પતિ લક્ષ્મણ સોમાભાઈ સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર મનિષાબેન કે જે પોતે સગર્ભા હતી, અને પોતાના પેટમાં પાંચ માસનો ગર્ભ હતો. દરમિયાન તેણીએ બનાવેલું શાક બળી જતાં તેનો પતિ લક્ષ્મણ સોલંકી ઉશ્કેરાઈ ગયો હતો, અને ઘરમાં પડેલી સાવરણી લઈને પત્ની મનીશાબેનના પેટમાં ત્રણ ચાર ઘા જીકી દીધા હતા, ત્યારબાદ ધક્કો મારીને પછાડી દીધી હતી. જેને લઈને પેટમાં રહેલું બાળક કે જેનું મૃત્યુ નીપજ્યું હતું. જે બનાવને લઈને ભારે ચકચાર જાગી છે.
દરબાર ગઢ પોલીસ ચોકીના પીએસઆઇ વી.આર. ગામેતીએ નરાધમ પતી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે તેની પત્ની મનિષાબેન ને જી.જી. હોસ્પિટલના ગાયનેક વિભાગમાં સારવાર અપાઇ છે.