Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    11 નવેમ્બર નું પંચાંગ

    November 10, 2025

    11 નવેમ્બર નું રાશિફળ

    November 10, 2025

    દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટ, 11 લોકોના મોત, ૩૦ ઘાયલ, બે શંકાસ્પદોની અટકાયત

    November 10, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 11 નવેમ્બર નું પંચાંગ
    • 11 નવેમ્બર નું રાશિફળ
    • દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટ, 11 લોકોના મોત, ૩૦ ઘાયલ, બે શંકાસ્પદોની અટકાયત
    • પીઢ એક્ટર Prem Chopra હૉસ્પિટલમાં દાખલ
    • 11 નવેમ્બર, “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ”
    • જમીન ન હોય તો હવે ખેડૂતને કાળજી લેવાની જરૂર નથી, અપનાવો વર્ટિકલ ફાર્મિંગની નવી ટેક્નિક
    • તંત્રી લેખ…ટ્રમ્પની જાહેરાત ભારત જેવી ઉભરતી શક્તિઓ માટે માથાનો દુખાવો છે
    • શું બેંક ખાનગીકરણની પ્રક્રિયા ખરેખર શરૂ થઈ ગઈ છે?
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»વધુ એક army officer ની મંગેતર સાથે ક્રૂરતા, પોલીસ સ્ટેશનમાં હાથ-પગ બાંધીને મારી, રેપની ધમકી!
    અન્ય રાજ્યો

    વધુ એક army officer ની મંગેતર સાથે ક્રૂરતા, પોલીસ સ્ટેશનમાં હાથ-પગ બાંધીને મારી, રેપની ધમકી!

    Vikram RavalBy Vikram RavalSeptember 20, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Odisha,તા.20

    ઓડિશામાં આર્મી ઓફિસર અને તેની ફિયાન્સે સાથે પોલીસ સ્ટેશનમાં દુર્વ્યવહારની ઘટના સામે આવી છે. આ ઘટના ઓડિશાની રાજધાની ભુવનેશ્વરની છે. આર્મી ઓફિસર અને તેની ફિયાન્સે રોડ રેજની ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આર્મી ઓફિસરની ફિયાન્સે પોલીસ પર ચોંકાવનારા આરોપ લગાવ્યા છે.

    શું છે સમગ્ર ઘટના? 

    મહિલાએ વર્ણવેલી અત્યાચારની ઘટના ચોંકાવનારી છે. પોતાની સાથે બનેલી ઘટના અંગે મહિલાએ કહ્યું કે, ‘હું રાતે લગભગ 1 વાગે રેસ્ટોરન્ટ બંધ કરીને ઘરે પરત ફરી રહી હતી. ત્યારે કેટલાક યુવાનોએ મારી સાથે ગેરવર્તણૂક કરી હતી. અમે પોલીસની મદદ લેવાનું વિચાર્યું અને સીધા ભરતપુર પોલીસ સ્ટેશન મદદ માટે ગયા હતા.’

    લેડી કોન્સ્ટેબલે પણ ગેરવર્તન કર્યું હતું

    આર્મી ઓફિસરની મંગેતરે વધુમાં કહ્યું, ‘જ્યારે અમે ભરતપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા તો ત્યાં સિવિલ ડ્રેસમાં એક લેડી કોન્સ્ટેબલ હાજર હતી. અમે કોન્સ્ટેબલને FIR નોંધવા અને બદમાશોને પકડવા માટે પેટ્રોલિંગ વાહન મોકલવા વિનંતી કરી હતી પરંતુ મહિલા કોન્સ્ટેબલે અમને મદદ કરવાને બદલે અમારી સાથે ગેરવર્તણૂક શરૂ કરી, થોડા સમય પછી કેટલાક વધુ પોલીસકર્મીઓ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આર્મી ઓફિસરને ફરિયાદ નોંધાવવા કહ્યું હતુ.

    આર્મી ઓફિસરને લોકઅપમાં પૂર્યો 


    વધુમાં મહિલાએ કહ્યું કે, ‘પોલીસકર્મીઓને કોઈ વાત પર ગુસ્સો આવી ગયો અને મારા મંગેતરને લોકઅપમાં મૂક્યા. મેં પોલીસકર્મીઓને કહ્યું કે, આ ગેરકાયદેસર છે, પોલીસ આર્મી ઓફિસરને કસ્ટડીમાં રાખી શકે નહીં. જે બાદ મને બે મહિલા પોલીસકર્મીઓએ માર મારવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે મહિલા પોલીસકર્મીએ મારી ગરદન પકડવાનો પ્રયાસ કર્યો, ત્યારે મેં તેના હાથ પર બટકું ભર્યું.

    છાતી પર એક પછી એક લાત મારી

    જાતીય સતામણીનો ગંભીર આરોપ લગાવતા મહિલાએ કહ્યું કે, ‘મને માર્યા બાદ મહિલા પોલીસકર્મીઓએ મારા હાથ-પગ બાંધી દીધા અને મને એક રૂમમાં બંધ કરી દીધી. થોડી વાર પછી એક પુરુષ પોલીસવાળાએ દરવાજો ખોલ્યો, તેણે મારી છાતી પર એક પછી એક ઘણી વાર લાત મારી. ગંદા ઇશારા કરવા લાગ્યો અને મારી છેડતી કરી.

    મહિલાએ પોલીસકર્મી પર રેપની ધમકી આપવાનો, ગંદા ઇશારા કરવા અને જાતીય શોષણ તેમજ છેડતી અને અભદ્ર ભાષાનો ઉપયોગ જેવા આરોપ લગાવ્યા છે.

    જોકે,પોલીસની નિર્દયતાનો સામનો કરનારા આર્મી ઓફિસર શીખ રેજિમેન્ટનો ભાગ છે. તેની મંગેતર ભુવનેશ્વરમાં પોતાની રેસ્ટોરન્ટ ચલાવે છે. આર્મી ઓફિસરની ફિયાન્સેના પિતા નિવૃત્ત બ્રિગેડિયર છે.

    ક્રાઈમ બ્રાન્ચે આ કેસની તપાસ શરૂ કરી

    DSP નરેન્દ્ર કુમાર બહેરાના નેતૃત્વમાં ક્રાઈમ બ્રાંચની 5 સભ્યોની ટીમે ઘટનાની તપાસ માટે ભરતપુર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી છે. ટીમે ચાર કલાકથી વધુ સમય સુધી કર્મચારીઓની પૂછપરછ કરી હતી. પોલીસ સ્ટેશનમાં કોઈ CCTV કેમેરા પણ નહોતા.

    શું કાર્યવાહી થઇ?


    ભરતપુર પોલીસ સ્ટેશનના 5 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓમાં આઈઆઈસી દિનકૃષ્ણ મિશ્રા, સબ ઈન્સ્પેક્ટર બેસ્લિની પાંડા, ASI સલીલામયી સાહુ, સાગરિકા રથ અને કોન્સ્ટેબલ બલરામ હાંડાનો સમાવેશ થાય છે.

    રાષ્ટ્રીય મહિલા આયોગે DGP પાસેથી કાર્યવાહીનો રિપોર્ટ પણ માંગ્યો છે. ડીજીપીને ઔપચારિક પત્ર મોકલીને 3 દિવસમાં રિપોર્ટ માંગવામાં આવ્યો છે. ઓડિશા પોલીસે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. આ મામલે CID તપાસ કરશે.

    સેનાના ટોચના અધિકારીઓએ આ મામલે ઓડિશાના ડીજીપી અને વહીવટીતંત્ર સાથે વાત કરી છે. આર્મીના જણાવ્યા અનુસાર, સેવા આપતા આર્મી ઓફિસરને અટકાયતમાં રાખવું અને નજીકના આર્મી યુનિટને જાણ ન કરવી ગેરકાયદેસર છે.

    Army-officer assault Bhubaneswar odisha-army-officer-case Odisha-police-station rape
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Bihar માં અચાનક મકાનની છત ધરાશાયી થતા નિંદ્રાધીન પરિવારના 5 સભ્યોના મૃત્યુ થયા

    November 10, 2025
    અન્ય રાજ્યો

    Bengaluru ના આંતરરાષ્ટ્રીય વિમાની મથકના ટર્મિનલમાં નમાઝ પઢવાનો વિડીયો વાયરલ

    November 10, 2025
    અન્ય રાજ્યો

    હવામાં ચાલુ ઉડાને Plane Engine Fail : કોલકાતામાં ઈમરર્જન્સી લેન્ડીંગ

    November 10, 2025
    અન્ય રાજ્યો

    Ajit Pawar ના પુત્રએ રૂા.300 કરોડની જમીનનો સોદો રૂા.500ના સ્ટેમ્પ પેપર પર કર્યો હતો

    November 10, 2025
    મનોરંજન

    India માં થિયેટર અને ઓ.ટી.ટી. વચ્ચે જંગ

    November 10, 2025
    મુખ્ય સમાચાર

    અધિકારીઓને પત્ની કરતા ફાઈલોમાં વધુ રસ! Gadkariની `હળવી શૈલી’માં ચેતવણી

    November 10, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    11 નવેમ્બર નું પંચાંગ

    November 10, 2025

    11 નવેમ્બર નું રાશિફળ

    November 10, 2025

    દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટ, 11 લોકોના મોત, ૩૦ ઘાયલ, બે શંકાસ્પદોની અટકાયત

    November 10, 2025

    પીઢ એક્ટર Prem Chopra હૉસ્પિટલમાં દાખલ

    November 10, 2025

    11 નવેમ્બર, “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ”

    November 10, 2025

    જમીન ન હોય તો હવે ખેડૂતને કાળજી લેવાની જરૂર નથી, અપનાવો વર્ટિકલ ફાર્મિંગની નવી ટેક્નિક

    November 10, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    11 નવેમ્બર નું પંચાંગ

    November 10, 2025

    11 નવેમ્બર નું રાશિફળ

    November 10, 2025

    દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટ, 11 લોકોના મોત, ૩૦ ઘાયલ, બે શંકાસ્પદોની અટકાયત

    November 10, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.