New Delhi,તા.17
ભારતનાં શ્રીમંત લોકો આ દિવસોમાં ક્રિપ્ટો તરફ વધુને વધુ આકર્ષિત થઈ રહ્યાં છે. આનું કારણ એ છે કે તેમને શેરો અને સોના જેવા પરંપરાગત રોકાણ વિકલ્પોમાં વધુ વૃદ્ધિ જોવા મળે તેવી સંભાવના નથી.
ગયાં વર્ષે નવેમ્બરમાં અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી બાદથી દેશનાં આ અમીર રોકાણકારોએ આ વર્ચ્યુઅલ કરન્સીને પોતાનાં પોર્ટફોલિયોમાં ઉમેરવાનું શરૂ કરી દીધું હતું.
તાજેતરનાં સમયમાં, તેઓએ તેમની હોલ્ડિંગમાં નોંધપાત્ર વધારો કર્યો છે. આ ગયા વર્ષે તેઓએ જે જોયું હતું તેનાથી તદ્દન વિપરીત છે, જ્યારે તેઓ આ નવા-યુગની સંપત્તિઓને અજમાવવામાં અચકાતાં હતા.
કોઇનસ્વિચમાં એચએનઆઈ અને સંસ્થાકીય રોકાણના વાઇસ પ્રેસિડેન્ટ અતુલ આહલુવાલિયાએ જણાવ્યું હતું કે છેલ્લાં 6 મહિનામાં, અમે એચએનઆઈ હાઈ નેટવર્થ ઈન્ડીવ્યુઝયલ અને ફેમિલી ઓફિસોમાંથી સ્પષ્ટ વલણ જોયું છે. હવે તેઓ તેમના પોર્ટફોલિયોનો એક ભાગ છે. તેમણે કહ્યું કે વાતચીત હવે ’ક્રિપ્ટો શું કામ ?’ થી ’કેટલું અને ક્યાં રોકાણ કરવું?’ તરફ આગળ વધી ગઈ છે.
વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી બિટકોઇન આ સપ્તાહની શરૂઆતમાં 1,20,000 ડોલરનો આંકડો પાર કર્યા બાદ તેની અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. છેલ્લાં એક વર્ષમાં તે 90 ટકાથી વધુ વધ્યો છે.
એક તરફ ક્રિપ્ટોકરન્સી માટે ટ્રમ્પનાં મજબૂત સમર્થને આ એસેટ ક્લાસમાં નવા બુલ વેવને જન્મ આપ્યો હતો. વધતાં શેર, રેકોર્ડ બ્રેકિંગ સોનું અને વોલેટાઈલ બોન્ડના વિકલ્પોની શોધને કારણે પણ રોકાણકારોની માગમાં વધારો થયો છે.
લોકપ્રિયતાનું કારણ શું છે?
ક્રિપ્ટોકરન્સી 2009 થી પરંપરાગત નાણાંના વિકલ્પ તરીકે ઉભરી આવી છે. તેમની વધતી લોકપ્રિયતા પરંપરાગત નાણાકીય પ્રણાલીઓમાં વિશ્વાસના અભાવ વચ્ચે ડિજિટલ સંપત્તિની વધતી માંગને પ્રતિબિંબિત કરે છે.
બિટકોઇન અને ઇથેરિયમ આજે વિશ્વભરમાં સૌથી લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી છે, જે ક્રિપ્ટોમાં રોકાણ કરનારાઓ માટે મહત્વપૂર્ણ વિકલ્પો છે. મુડ્રેક્સના પ્રાંજલ અગ્રવાલનું કહેવું છે કે એચએનઆઈ પોર્ટફોલિયોમાં બિટકોઇન, ઇથેરિયમ અને સોલાના પ્લેટફોર્મનો હિસ્સો લગભગ 70 ટકા છે. બિટકોઇને અમેરિકન અને ભારતીય બંને બેંચમાર્કને વિશાળ અંતરથી પાછળ છોડી દીધા છે.
રોકાણના નવા માર્ગો
શા માટે રસ : પરંપરાગત રોકાણો જેવાં કે શેરો અને સોનામાં નફાની તકો ઓછી જોવા મળી રહી છે.
કેટલો નફો : બિટકોઈનની કિંમત પાછલાં વર્ષની સરખામણીએ 90 ટકાથી વધુ વધીને 1,20,000 ડોલરની ઓલટાઈમ હાઈ પર છે.
કેટલા રોકાણકારો : 2024માં સતત બીજા વર્ષે ક્રિપ્ટો અપનાવામાં ભારત વિશ્વમાં સૌથી આગળ રહ્યું છે, જેમાં 11.9 કરોડ રોકાણકારો છે.