Mumba,તા.૬
સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સ આઇપીએલ મેચના પહેલા બોલ પર વિકેટ લેનાર સનરાઇઝર્સ હૈદરાબાદનો ચોથો બોલર બન્યો છે. કમિન્સે શરૂઆતના ઓવરના પહેલા જ બોલ પર કરુણ નાયરને આઉટ કરીને આ ખાસ સિદ્ધિ પોતાના નામે કરી લીધી. સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો.
સનરાઇઝર્સે આ મેચ માટે પ્લેઇંગ ૧૧માં સચિન બેબી અને અભિનવ મનોહરનો સમાવેશ કર્યો છે. દિલ્હી કેપિટલ્સે ટીમમાં ફેરફાર કર્યા છે. કેપ્ટન અક્ષર પટેલે જણાવ્યું હતું કે મુકેશ કુમારના સ્થાને ટી નટરાજનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. દિલ્હીની શરૂઆત આંચકા સાથે થઈ. પેટ કમિન્સે પહેલા જ બોલ પર કરુણ નાયરને આઉટ કર્યો. કમિન્સનો બોલ કરુણના બેટની ધાર લઈને વિકેટકીપર ઈશાન કિશનના હાથમાં ગયો.
આઈપીએલમાં આ પાંચમી વખત છે અને આ સિઝનમાં બીજી વખત છે જ્યારે કરુણ ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો છે. કરુણ અગાઉ ૨૦૧૩માં મુંબઈ ઈન્ડિયન્સ, ૨૦૧૭માં પંજાબ કિંગ્સ, ૨૦૨૦માં મુંબઈ ઈન્ડિયન્સ અને ૨૦૨૫માં રાજસ્થાન રોયલ્સ સામે શૂન્ય રન પર આઉટ થઈ ચૂક્યો છે.
બીજી તરફ, કમિન્સ આઈપીએલ મેચની પહેલી મેચમાં પહેલા બોલે વિકેટ લેનાર સનરાઇઝર્સનો ચોથો બેટ્સમેન બન્યો. તેમના પહેલા જગદીશ સુચિત, ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમી આ કરી ચૂક્યા છે. સુચિથે ૨૦૨૨માં વિરાટ કોહલીને, ભુવનેશ્વર કુમારે ૨૦૨૩માં પ્રભસિમરન સિંહને અને શમીએ આ સિઝનમાં મેચના પહેલા બોલ પર શેખ રશીદને આઉટ કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી અને ટીમે ૨૯ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી.