New Delhi,તા.21
દેશમાં ક્રિપ્ટોકરન્સીના વધતા જતા ચલણ વચ્ચે એક તરફ સરકારે હજુ આ ડીજીટલ કરન્સીને માન્યતા આપી નથી. પરંતુ રાજયમાં ક્રિપ્ટો એકસચેન્જને માન્ય ગણવામાં આવે છે તે વચ્ચે ક્રિપ્ટો ધારકોના ડીજીટલ ચલણની સલામતી સામે ઉભા થયેલા એક મોટા જોખમમાં એકર્સે જાણીતા ક્રિપ્ટો એકસચેન્જ કોઈનડીસીએકસ પર સાઈબર એટેક કરીને રૂા.368 કરોડની કિંમતના ક્રિપ્ટો ચોરી લીધા છે.
તેના પરિણામે કંપનીના નેટવર્ક સામે પણ મોટા પ્રશ્નો ઉભા થયા છે. સાઈબર એટેકમાં હેકર્સે શનિવારે સવારે કંપનીના એક ઓપરેશન્સ એકાઉન્ટને હેક કરી લીધુ હતું જો કે એકસચેન્જનો દાવો છે કે, તેના ગ્રાહકોના વ્યકિતગત ફંડ સલામત છે જે એકાઉન્ટ ઉપર હેકર્સ એટેક કર્યો હતો.
તે લીકવીડીટી ઓપરેશન એટલે કે એકસચેન્જનું પોતાનું ભંડોળ છે અને ગ્રાહકોને તેનાથી કોઈ નુકશાની જતું નથી. કોઈનડીસીએકસના કોઈન ફાઉન્ડરે જણાવ્યું કે અમારી પાસે પુરતુ રીઝર્વ છે અને તેના કારણે કામકાજને કોઈ અસર થશે નહીં. અને કોઈનડીસીએકસમાં જે ગ્રાહકોના વેલેટમાં જે કાંઈ ડીજીટલ કરન્સી છે તેની તેઓ લેવડ દેવડ કરી શકે છે.
આ અગાઉ ભારતનું સૌથી મોટુ ગણાતું ક્રિપ્ટો એકસચેન્જ વજીરએકસ પણ હેકર્સનો સીકાર બન્યું હતું અને તેમાંથી રૂા.1923 કરોડ જેવી ડીજીટલ કરન્સી ચોરાઈ ગઈ હતી. ભારતમાં અંદાજે 1.6 કરોડ લોકો ક્રિપ્ટો વેલેટ ધરાવે છે.