મનહર પ્લોટના મુકેશ સોની ની ધરપકડ કરી મોબાઈલ કબજે કર્યો
Rajkot,તા.29
શહેરમાં જામનગર રોડ પર આવેલી રૂડા બિલ્ડીંગ નજીક સાયબર ક્રાઇમ પોલીસ મથકના સ્ટાફે ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ કર્યો છે. જાહેરમાં મોબાઈલ આઈડી પર ક્રિકેટ મેચ પર ક્રિકેટ સટ્ટો રમતો મનહર પ્લોટ નો મુકેશ સોની ની ધરપકડ કરી મોબાઈલ કબજે કરવામાં આવ્યો છે. આઈડી કોની પાસેથી મેળવી તે મુદ્દે તપાસ આદરિયો છે. વધુ વિગત મુજબ ક્રિકેટ મેચ પર સટોડીયાઓ દ્વારા રન ફેન નો જુગાર રમાડતા હોવાની પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની ધ્યાને આવતા જુગારની બદીને કડક હાથે ડામી દેવા આપેલી સૂચનાને પગલે સાયબર ક્રાઇમ પોલીસ મથકના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકા ક્રિકેટ મેચ પર મનર પ્લોટ 15 માં આવેલા પેલેસ એપાર્ટમેન્ટના પ્રથમ માળે રહેતો મુકેશ મનુભાઈ સોની નામનો શખ્સ જામનગર રોડ પર આવેલા રૂડા બિલ્ડીંગ નજીક પાનના ગલા પાસે મોબાઇલમાં આઈડી મારફતે જુગાર અને કપાત કરતો હોવાની એ.એસ.આઇ વિવેકકુમાર કુછડીયાને ને મળેલી બાતમીના આધારે ફાઇબર ક્રાઇમ પોલીસ મથકના સ્ટાફેદ દોરો પાડી મુકેશ સોનીની ધરપકડ કરી મોબાઇલમાં જુગાર રમતા રંગે હાથે ઝડપી લીધો હતો. પોલીસે મોબાઇલ કબજે કર્યો છે. ઝડપાયેલા શખ્સની પ્રાથમિક પૂછપરછ .કોની પાસેથી આઈડી મેળવી ક્રિકેટ મેચ પર જુગાર રમી અને રમાડતા સહિતના મુદ્દે તપાસ હાથ ધરી છે.