સવારે કામે જતી વખતે રસ્તામાં શ્રમજીવી આધેડ ને કાળ આંબી ગયો
Rajkotતા.05
રાજકોટ શહેરના રાજમાર્ગો દિવસે દિવસે અકસ્માતો ના કારણે ગોજારા બનતા જતા હોય તેમ ત્રણ દિવસ પહેલા રીક્ષા સાયકલ અકસ્માતમાં ઘવાયેલા આધેડ નું આજે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ તારીખ ૧જુલાઈ ના રોજ હુંડકો પોલીસ ચોકી પાસે સવારે સાત વાગ્યે ન્યારા પેટ્રોલ પંપ નજીકથી સાયકલ લઈને પસાર થઈ રહેલા અલ્પેશભાઈ અમૃતલાલ સિદ્ધપુરા ૫૦ ની સાઇકલની અજાણી રીક્ષાએ ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં અલ્પેશભાઈ ને માથામાં અને શરીરે ઇજાગ્રસ્ત હાલતમાં બેભાન અવસ્થામાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ઈમરજન્સી વિભાગમાં ચાલુ સારવાર દરમિયાન તારીખ ૪ ના રોજ અલ્પેશભાઈ મૃત્યુ નિપજતા આ અંગે ભક્તિનગર પોલીસે તપાસ હાથ ધરી છે, બે ભાઈ માં નાના અલ્પેશભાઈ અપરણિત હોય અને કારખાનામાં નોકરી કરી જીવન ગુજારતા હોવાનું પારિવારિક સૂત્રોએ જણાવ્યું હતું