New Delhi તા.27
કલાયમેટ ચેન્જની અસર હેઠળ દુનિયાભરમાં અસામાન્ય કુદરતી સંકટ સર્જાય રહ્યા છે તેવા સમયે ભારત સહીત છ દેશો પર ભયાનક વાવાઝોડુ મંડરાઈ રહ્યું છે. ભારતમાં મોન્થા વાવાઝોડુ આંધ્ર ઓડીશામાં ત્રાટકવાનો ખતરો છે. જયારે અન્ય પાંચ દેશોમાં વિનાશક મોલીયા વાવાઝોડાનું સંકટ છે.
ભારતમાં બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ વધુને વધુ શકિતશાળી બનીને વાવાઝોડામાં પરિવર્તીત થઈ છે. તેને મોન્થા નામ આપવામાં આવેલ છે. આવતીકાલ રાત સુધીમાં ઓડીશા તથા આંધ્રપ્રદેશનાં કિનારા વિસ્તારોમાં ત્રાટકવાની સંભાવના છે.ઓડીશાનાં ગોપાલપુર દરીયાકાંઠાથી 900 તથા આંધ્રપ્રદેશનાં કાકીનાડાનાં કિનારાથી 800 કીમી દુર કેન્દ્રીત હતું. મોટાભાગે આંધ્રપ્રદેશનાં કાંઠાળ ભાગોમાં ત્રાટકવાની સંભાવના છે.
વાવાઝોડાના ખતરાને ધ્યાને રાખીને આંધ્રપ્રદેશનાં પાંચ જીલ્લાઓમાં રેડએલર્ટ જારી કરાયું છે. હજારો લોકોનાં સ્થળાંતર ઉપરાંત સ્કુલો શૈક્ષણીક સંસ્થાનોમાં ત્રણ દિવસની રજા જાહેર કરી દેવામાં આવી છે. સરકારી તંત્રને સ્ટેન્ડ ટુના આદેશો વચ્ચે રજાઓ રદ કરી નાખવામાં આવી છે. એનડીઆરએફ જેવી સુરક્ષા ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે.
ઓડીશાનાં આઠ જીલ્લાઓને રેડઝોનમાં મુકવામાં આવ્યા છે. જયાં વાવાઝોડાની વ્યાપક અસર થવાની આશંકા છે. ઉપરાંત ભારેથી અતિભારે વરસાદની પણ ચેતવણી આપવામાં આવી છે. સરકારી તંત્રને એલર્ટ સ્ટેન્ડ ટુ ના આદેશ કરવામાં આવ્યા છે.
હવામાન વિભાગનાં રીપોર્ટ મુજબ બંગાળની ખાડી ઉપરાંત અરબી સમુદ્ર એમ બે સીસ્ટમો એકટીવ છે પરીણામે અનેક રાજયોમાં ભારે વરસાદની સંભાવના છે.
બીજી તરફ રૈની, કોમેનિકલ રીપબ્લીક, કયુબા, બહામાસ, સહીત દુનિયાનાં અન્ય પાંચ દેશોમાં વિનાશક મેલીસા વાવાઝોડાનો ખતરો ઝળુંબી રહ્યો છ.આ કેરેબીયન દેશોમાં પૂર તથા ભુસ્ખલનની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે મેલીયાનાં ઈતિહાસનું સૌથી ભયાનક વાવાઝોડુ ગણાવ્યુ હોવાથી અસરગ્રસ્ત દેશોમાં મોટાપાયે સ્થળાંતર કરાવાયું છે.
કેરેબયિન ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને ટાંકીને એવી ચેતવણી આપવામાં આવી છે કે જમૈકાનાં ઈતિહાસનું આ સૌથી શકિતશાળી વાવાઝોડુ છે. ભારે વરસાદથી નીચાણવાળા ભાગોમાં આઠ ફુટ દુર સુધી પાણી ભરાવાની સંભાવના છે. હૈતી તથા જમૈકા ભણી આગળ વધતા વાવાઝોડાની તબાહી મચાવાનું શરૂ થઈ ગયુ છે.કેટલાંક લોકોના મોત પણ થયા છે.
મેલીસા વાવાઝોડાના પ્રભાવ હેઠળ 35 ઈંચ સુધીનો ભારે વરસાદ થવાની પણ ચેતવણી આપવામાં આવીછે. ભુસ્ખલનનાં ખતરાને ધ્યાને રાખીને ભયજનક સ્થાનો ખાલી કરાવીને હજારો, લોકોનું સ્થળાંતર કરાવાયું છે.

