Ahmedabad, તા.14
દિવાળી નજીક આવતાની સાથે જ ઓમ જોવા જઈએ તો, નવરાત્રી પૂર્ણ થતાની સાથે જ લોકો દિવાળી કામમાં એટલે કે ઘરની સાફ સફાઈમાં લાગી જાય છે. પરિવારના લોકો સાથે મળીને દિવાળીની સફાઈ કરતા હતા.
હાલ જોવા જઈએ તો, સમય જતા આ પ્રણાલીમાં બદલાવ આવ્યો છે. આ બદલાવ સમય સાથે જીવનશૈલી અને કામની વ્યસ્તતા તેનું મુખ્ય કારણ છે. હવે મોટાભાગના લોકો નોકરી કે વ્યવસાયમાં વ્યસ્તાને કારણે સમય કાઢી શકતા નથી, અને દિવાળી સફાઈ માટે અન્ય લોકોને બોલાવતા હોય છે.
પરંતુ આધુનિક સમયની સાથોસાથ આ બાબતમાં પણ મોટો બદલાવ આવ્યો. પહેલા લોકો કામવાળા બેન પાસે દિવાળીની સફાઈ કરાવતા હતા પણ આ દરમ્યાન કામવાળા બેનની પોતાની વ્યસ્તતાને કારણે બીજા લોકોને દિવાળીની સફાઈ માટે બોલાવવામાં આવે છે.
આ સાથેસાથ સમય જતા હાલ આ ઘરની સાફ સફાઈ માટે આવતા કામવાળા ને બદલે હાઉસ ક્લિનિંગ સ્ટાફએ લીધેલ છે અને આ બિઝનેસનો સમાવેશ પ્રોફેશનલ બિઝનેસમાં થયેલ છે.
હાલ હાઉસ ક્લિનિંગની ટીમ કાર્યરત છે. આ હાઉસ ક્લિનિંગ હાલ દિન પ્રતિદિન બિઝનેસ બની ગયેલ છે. 3 થી 4 લોકોની ટીમ દિવાળી દરમ્યાન તેમજ રેગ્યુલર દિવસમાં પણ સફાઈ માટે કાર્યરત છે.
શહેરોમાં હાઉસ ક્લિનિંગની ટીમો ઉપલબ્ધ છે, જે દિવાળી પહેલા લોકોના ઘેર જઈને સંપૂર્ણ સાફસફાઈ કરે છે. ફ્લોરથી લઈને ફર્નિચર સુધી, ફેનથી લઈને ફ્રિજ સુધી, બધુ ક્લીન કરીને ઘરને ચકચકાક બનાવી દે છે. આ ટીમ પોતાની સાથે ક્લિનિંગનો યોગ્ય સામન સાથે લઈને જતા હોય છે.
તેઓ દ્વારા ફુલ હાઉસ ક્લીનિંગ, કિચન ડીપ ક્લીનિંગ, ફર્નિચર પોલિશિંગ સહિતના કામ કરવામાં આવતા હોય છે. હાઉસ ક્લિનિંગ માટેના ભાવતાલની વાત કરી તો, 2 BHK ફ્લેટ હોય તો રૂ.4000, 1 BHK ફ્લેટના રૂ.3000 તેમજ 2 BHK ટેનામેન્ટ હોય તો રૂ.4500 સુધીના હોય છે.
હાઉસ ક્લિનિંગનો ચાર્જ ફ્લેટ કે ટેનામેન્ટ કાર્પેટ એરિયા મુજબ નક્કી કરવા આવતો હોય છે. જ્યારે સામાન્ય ઘરોની વાત કરીએ તો, હજુ પણ એવા ઘણા લોકો છે જેવો કામવાળા બેનની બોલાવીને દિવાળી સફાઈ કરાવતા હોય છે.
તેઓ એક રૂમના 300 થી 500 સહિત હોલ, કિચન અને ફળીયાની સફાઈ કરવાના 1500 થી 2000 સુધીનો ચાર્જ લેતા હોય છે. હાઉસ ક્લિનિંગની ટીમ પૂરતો ચાર્જ વસુલતી હોવા છતાં પણ સ્ટાફનું બિઝી શેડયુલ છે. ઘરની સફાઈ કરાવવા માટે પણ 3 થી 4 દિવસનું વેઇટિંગ જોવા મળે છે.
દિવાળીની સફાઈ હવે ઘરગથ્થુથી આગળ વધી એક બિઝનેસ તક બની ગઈ છે. વ્યસ્ત જીવનશૈલીમાં આ વ્યવસાય લોકપ્રિય થતો જાય છે અને આ સાથોસાથ લોકોને રોજગારી પણ પૂરી પાડે છે. એક સમય હતો.
જ્યારે ઘરની સાફ-સફાઈ પરિવારના દરેક લોકો સાથે મળીને કરતા હતા પણ હવે આ કામ પણ એ `પ્રોફેશનલ વર્ક’ બની ગયેલ છે. પરંતુ હાલ હજુ એવા ઘણા પરિવાર છે કે જેઓ દ્વારા દિવાળી સફાઈની જૂની પરંપરા જીવંત રાખીને પરિવારના દરેક સભ્યોને સાથે મળીને ઘરકામમાં લાગેલ છે.