Junagadh તા.3
જુનાગઢ જીલ્લામાં ઓકટોબર માસમાં પડેલા કમોસમી માવઠા રૂપી વરસાદમાં ખેતરોમાં ઉભેલા ખરીફ (ચોમાસુ) પાકને થયેલ નુકશાનીનો સર્વે વિજળી વેગે કરવામાં આવ્યો હતો. જેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.
જુનાગઢ જીલ્લાના 9 તાલુકાના 521 ગામડાઓનો રિપોર્ટ તૈયાર કરી સરકારમાં મોકલી દેવાયો છે. ખેતીના પાકને માવઠાથી થયેલ નુકશાનીનો તાગ મેળવવા 85 ટીમોએ સર્વેની કામગીરી પૂર્ણ કરી ખેડૂતો, આગેવાનોને સાથે રાખી ગામડાવાઈઝ પાકને નુકશાનીનો અંદાજ મેળવવામાં આવ્યો છે.

