Veraval, તા. 31
31મી ડિસેમ્બરને અનુલક્ષીને ગીર સોમનાથ લોકલ ક્રાઇમ બ્રાંચે ચોકકસ બાતમી આધારે દમણથી દારૂ-બીયર ભરી ચોરવાડ તરફ દરીયાઇ માર્ગે આવી રહેલી હોડીને આંતરી બે શખ્સોને ઝડપી લઇ ગુનો નોંધ્યો છે.
એલસીબીના ઇન્ચાર્જ પી.આઇ. એ.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્ટાફનાં શૈલેષભાઇ ડોડીયા, લલીતભાઇ ચુડાસમાએ દરિયાઇ વિસ્તારમાં હોડીને આંતરી તલાસી લેતા તેમાં વિવિધ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની પેટીઓ નંગ 3ર0, બિયર પેટી નંગ 19 મળી આવતા આરીફ ગફુરભાઇ મચ્છીયારા અને ઇદરીશ અલ્લારખા મુલ્તાની રે. બંને મુળ દ્વારકાને પકડી દારૂ-બીયર હોડી, મોબાઇલ મળી કુલ રૂા. 1ર.ર9 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ મરીન પો.સ્ટે.માં સોંપી ગુનો નોંધાવ્યો હતો.
આ ગુનામાં અન્ય આરોપી તરીકે ગફુર ઉર્ફે બેટલો ભેસલીયા રે. મુળ દ્વારકા, ક્રિશ ઉર્ફે કારીયો બાલુ કામળીયા રે. કોડીનાર, નિતેશ દાના ભાલીયા રે. કોડીનાર, મોસીન ઉર્ફે તાવડે મન્સુરી રે. કોડીનાર તથા દમણના છ અજાણ્યા શખ્સોના નામો ખુલ્યા હતા.