યુવતીએ ગળાફાંસો ખાય જીવન ટૂંકાવી લેતા પરિવારમાં અરેરાટી
Gondal,તા.19
ગોંડલ શહેરમાં માતાએ પુત્રીને ઘરકામ બાબતે ઠપકો આપતા, લાગી આવતા યુવતીએ પોતાની ઘરે ગળાફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી લીધી હતી. પુત્રીના આપઘાતથી પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.બનાવની પ્રાપ્ત વિગત મુજબ, ગોંડલ શહેરમાં હાઉસિંગ સોસાયટી મા રહેતી પ્રિયા અતુલભાઇ ટો ટા નામની યુવતીને તેની માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતા, તેણીને લાગી આવતા પોતાની ઘરે ગળાફાંસો ખાય જિંદગી ટૂંકાવી લીધી હતી.બનાવની જાણ ગોંડલ બી ડિવિઝન પોલીસને કરતા એ.એસ.આઇ રમેશભાઈ પરમાર સહિતનો સ્ટાફ બનાવ સ્થળે પહોંચી, પ્રિયાના મૃતદેહને પીએમ અર્થે ગોંડલ સરકારી હોસ્પિટલે ખસડીઓ હતો.મૃતક પ્રિયા બે બેન અને એક ભાઈમા.નાની હતી અને પિતા પશુપાલક છે, પુત્રીના આપઘાતથી ટોટા પરિવારમાં શોખનું મોજુ ફરી વળ્યું હતું.