Jamnagar,તા.07
જામનગરના રીક્ષા ચાલકની પરણિત પુત્રી કે જે પિતાના ઘેર રોકાવા આવી હતી અને પોતાની માનસિક બીમારીથી કંટાળી જઈ ઘરમાં પડેલું ફિનાઈલ પી લઈ આત્મહત્યા કરી લીધી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક દરેડમાં ગોકુલધામ સોસાયટીમાં રહેતા કિશોરભાઈ દેવશીભાઈ ગોહિલ નામના રીક્ષા ચાલકની પરિણીત પુત્રી જાગૃતિબેન કુલદીપ ભાઈ ધવલ(21) કે જે હાલ લાલપુરમાં શિવનગર વિસ્તારમાં રહે છે, અને પોતાના પિતાને ઘેર આટો દેવા માટે આવી હતી.
જે દરમિયાન તેણે પોતાની માનસિક બીમારી અને માથાના દુખાવાથી કંટાળી ગઈ હતી. જેથી તેણીએ ઘરમાં પડેલું ફિનાઈલ પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આથી તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

