Mumbai,તા.28
સંજય દત્તની દીકરી ત્રિશલાએ ગોળ ગોળ ભાષામાં લખાયેલી એક પોસ્ટ દ્વારા પિતા તથા સમ્રગ પરિવાર સાથે પોતે નારાજ હોવાનો સંકેત આપ્યો છે.
ત્રિશલાએ કોઈનું નામ લીધું નથી પરંતુ તેની પોસ્ટ પરથી તેના અને પરિવાર વચ્ચે અણબનાવ હોવાનું અર્થઘટન નેટ યૂઝર્સ કરી રહ્યા છે.
ત્રિશલાએ આ પોસ્ટમાં લખ્યું છે કે લોહીના સ્વજન હોય તેટલા માત્રથી તેઓ તમારી જિંદગીમાં બહુ મહત્વ ધરાવતાં હોય તેવું હોતું નથી. કેટલીક વાર પરિવારના લોકો જ તમને ખલાસ કરી નાખે છે કે તમારી ઉપેક્ષા કરે છે. કેટલાંક પરિવારોને સંતાનોનાં માનસિક સ્વાસ્થય કરતાં પણ પોતાની પબ્લિક ઈમેજની વધારે પરવા હોય છે.
ફેમિલીના નામે કોઈ કોઈ સાથે ગેરવર્તન કરે, રમત રમે, તમને અપરાધ ભાવનો અનુભવ કરાવે તે ચલાવી લેવાય નહિ.
ત્રિશાની આ પોસ્ટ બહુ વાયરલ બની છે. અગાઉ પણ ત્રિશા પોતાના અને પરિવારના સંબંધો અંગે સંતાપ વ્યક્ત કરી ચૂકી છે.