Mumbai,તા.24
દીપિકા પદુકોણ ફરી હોલીવૂડની ફિલ્મમાં કામ કરે તેવી શક્યતા છે. તે વિન ડીઝલ સાથે લોકપ્રિય એકશન ફ્રેન્ચાઇઝી ‘ત્રિપલ એક્સ’ની સીકવલમાં દેખાય તેવી શક્યતા છે.
વિન ડીઝલે આ ફિલ્મ વિશે એક પોસ્ટ કરી હતી. તેમાં આ વખતે ફિલ્મની સ્ટોરી મુંબઈનું બેકગ્રાઉન્ડ ધરાવતી હશે તેમ તેણે જણાવ્યું હતું. તે પરથી ચાહકો માની રહ્યા છે કે દીપિકા આ ફ્રેન્ચાઈઝીમાં પોતાના મૂળ રોલમાં જોવા મળશે.
હાલમાં જ દીપિકાને પ્રભાસની ‘કલ્કિ એડી ૨૮૯૮’ની સીકવલમાંથી કાઢી મૂકવામાં આવી છે. દીપિકાએ વધારે ફી માગતાં તથા પોતે ઓછા કલાકો માટે કામ કરશે તેવી શરતો મૂકતાં તેને દરવાજો દેખાડી દેવાયો હોવાનું કહેવાય છે. થોડા સમય પહેલાં તેને પ્રભાસની ‘સ્પિરિટ’માંથી પણ આવાં જ કારણોસર રવાના કરી દેવાઈ હતી. હવે દીપિકા શાહરુખ ખાનની ફિલ્મ ‘કિંગ’માં એક નાનકડા રોલમાં દેખાવાની છે.