ટીવી અભિનેત્રી દીપિકા કક્કર લીવર કેન્સરનો સામનો કરી રહી છે અને લાંબા સમયથી સારવાર લઈ રહી છે
Mumbai, તા.૨૨
ટીવી અભિનેત્રી દીપિકા કક્કર હાલમાં લીવર કેન્સરનો સામનો કરી રહી છે અને લાંબા સમયથી સતત સારવાર લઈ રહી છે. આ મુશ્કેલ સમય દરમિયાન પરિવારનો સાથ અને દીપિકાની હિંમત બંને તેમની સૌથી મોટી તાકાત બની રહ્યા છે.
અભિનેત્રી દિપીકા લીવર કેન્સરનો સામનો કરી રહી છે એવામાં આ વર્ષ દીપિકા માટે ખૂબ જ દુઃખદાયક રહ્યું છે. હવે,ઝડપથી સ્વસ્થ થવાની આશા સાથેઅભિનેત્રીએ તેના પતિ શોએબ અને પુત્ર રૂહાન સાથે અજમેર શરીફ દરગાહની મુલાકાત લીધી. તેના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી.
ટીવી અભિનેત્રી દીપિકા કક્કર અને તેનો પરિવાર હાલમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. અભિનેત્રીને લીવર કેન્સર છે અને તે લાંબા સમયથી સારવાર લઈ રહી છે.
દીપિકા કેન્સરની સારવારને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. તે દવાઓ અને સારવારની આડઅસ કરી રહી થે. તેના તાજેતરના વ્લોગમાં દીપિકા આ વાત સાંભળીને રડી પડી. અજમેર શરીફ દરગાહના પીર સૈયદ વિલાયત હુસૈને દીપિકા, શોએબ અને તેમના દીકરાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેઓ અભિનેત્રીના પરિવારના ગળામાં દોરો બાંધી રહ્યા છે.
દીપિકાએ આપેલા દોરાને પોતાના માથા અને આંખો પર પણ લગાવ્યો. આ દરમિયાન તેની આંખો ભીની થઈ ગઈ. દીપિકા અને શોએબે અજમેર શરીફ દરગાહ પર ફૂલો અને ચાદર પણ અર્પણ કરી. બંનેએ માથા પર ફૂલો અને ચાદર લઈને દરગાહ પરિસરમાં પ્રવેશ કર્યો. ચાહકો સતત દીપિકાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. તેઓ હવે ખુશ છે કે અભિનેત્રીને ભગવાનનો આશીર્વાદ મળ્યો છે. ચાહકોને આશા છે કે અજમેર શરીફ દરગાહની મુલાકાત લીધા પછી, દીપિકાના સ્વાસ્થ્યમાં સુધારો થશે. દીપિકા કક્કર મે ૨૦૨૫ થી કેન્સર સામે ઝઝૂમી રહી છે. તે દરમિયાન તેની ગાંઠ દૂર કરવામાં આવી હતી પરંતુ હવે તે ફરીથી તેની સામે ઝઝૂમી રહી છે.

