Mumbai,તા.11
હોલીવૂડની બહુ વખણાયેલી ફિલ્મ ‘ધી ઈન્ટર્ન’ની હિંદી રીમેકમાં દીપિકા પદુકોણ હવે ફક્ત પ્રોડયૂસર તરીકે રહેશે. તેણે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવાનું માંડી વાળ્યું છે.
હોલીવૂડની મૂૂળ ફિલ્મ ૨૦૧૫માં રજૂ થઈ હતી. તેમાં રોબર્ડ ડી નીરો તથા એન્ને હેથવેએ મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. તે પછી ૨૦૨૧માં દીપિકાએ તેની હિંદી રીમેક પ્રોડયૂસ કરવાનું નક્કી કર્યું હતું. ત્યારે એવી વાત હતી કે દીપિકા પોતે જ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે.
હવે દીપિકાએ આ પ્રોજેક્ટ પરથી ધૂળ ખંખેરી છે પરંતુ તેણે ફક્ત ફિલ્મ નિર્માણ પર જ ફોક્સ કરવાનું નક્કી કર્યું છે. આથી, તેના સ્થાને હવે કઈ હિરોઈન કાસ્ટ થશે તે અંગે અટકળો શરુ થઈ છે.