Mumbai,તા,01
દીપિકા પદુકોણને ‘કલ્કિ ૨૮૯૮ એડી’ના બીજા ભાગમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ હવે આ મૂળ ફિલ્મની ક્રેડિટ લાઈનમાંથી પણ તેનું નામ ઉડાડી દેવામાં આવ્યું હતું. ફિલ્મ સર્જકોનાં આ પગલાંથી દીપિકાના ચાહકો ભારે નારાજ થયા હતા. તેમણે ઓનલાઈન પસ્તાળ પાડતાં આખરે દીપિકાનું નામ ફરી ઉમેરાયું હતું.
ફિલ્મ નિર્માતાઓએ થોડા સમય પહેલાં જ જાહેરાત કરી હતી કે દીપિકા ‘કલ્કિ ૨૮૯૮ એડી’ ભાગ બેમાં કામ કરી રહી નથી. અહેવાલો અનુસાર દીપિકા બીજા ભાગનાં કેટલાંક દ્રશ્યોનું શૂટિંગ પહેલા ભાગનાં શૂટિંગ વખતે જ કરી ચૂકી હતી. તે પોતે આ ફિલ્મ માટે અનિવાર્ય હોવાનું માનતી હતી. આથી તેણે અનેકગણી ફી માગી હતી અને મર્યાદિત કલાકો માટે જ કામ કરશે તેવી શરત પણ મૂકી હતી.

