Washington,તા.25
યુદ્ધ વિરામ પૂર્વે ઈરાન સામેનાં સંઘર્ષમાં ઈઝરાયેલને સમર્થન આપીને ઈરાનના અણુ મથકોને અમેરિકાએ નિશાન બનાવ્યા હતા. છતાં ઈરાનનું કંઈ બગાડી શકયુ ન હોવાનો ડીફેન્સ ઈન્ટેલીજન્સ એજન્સીએ ચોંકાવરાનો રિપોર્ટ આપ્યો છે જેનાથી ટ્રમ્પની પોલ ખુલી ગઈ છે. જોકે, ટ્રમ્પે આ રીપોર્ટને બોગસ અને સૈન્ય હુમલાને બદનામ કરવાના ષડયંત્રરૂપ ગણવાયો છે.
ઈન્ટેલીજન્સ રીપોર્ટમાં એમ કહેવાયું છે કે ઈરાનનાં અણુ કાર્યક્રમને સંપૂર્ણ નષ્ટ કરી શકાયો નથી. માત્ર થોડા દિવસ માટે પાછળ ધકેલી શકાયો છે. આ રીપોર્ટથી અમેરીકી પ્રમુખ નારાજ થયા છે અને પોતાના સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર તેને બોગસ ગણાવાતી પોસ્ટ મુકી હતી. અમેરિકી સૈન્યને બદનામ કરવાનું કાવતરૂ ગણાવ્યુ હતું.
રીપોર્ટમાં એવો દાવો કરાયો છે કે, અમેરિકાએ ગત 22 મી જુને ઈરાનના ફોર્દો, નગંજ તથા ઈસ્ફરાન અણુ સ્થળોએ હુમલા કર્યા હતા. છતા ઈરાનનું અણુ માળખુ ઘણા અંશે યથાવત છે. અમુક અંશે નુકશાન થવા છતા નષ્ટ થઈ શકયુ નથી. અગાઉ 145 તથા ઈઝરાયેલનાં વડાપ્રધાન નૈતન્યાહુએ ઈરાનના અણુ કાર્યક્રમનો કચ્ચરઘાણ કરી દીધાનો દાવો કર્યો હતો.
એક કથિત રીપોર્ટ મુજબ ફોર્દોમાં બંકરમાં રહેલા અણુસ્થાનનો એન્ટ્રી ગેટ અમેરીક બંકર બસ્ટર બોમ્બથી ધરાશાયી થયો હતો છતાં અંદરનું માળખુ સંપૂર્ણ સુરક્ષિત છે એટલૂ જ નહિં મહત્વના ઉપકરણોને ખસેડી લેવાયા હતા. આ ઉપકરણોથી જ યુરેનીયમ એનટીવ થાય છે.
ઈન્ટેલીજન્સ એજન્સીના આ રીપોર્ટને ટ્રમ્પે નકારી કાઢયો છે. ઉપરાંત તે વિશે તપાસનાં આદેશ જારી કર્યા છે આ સિવાય ઉપ રાષ્ટ્રપતિ જે.ડી.વાન્સે કહ્યું કે ઈરાનની અણુ હથીયાર બનાવવાની ક્ષમતા તોડી પાડવામાં આવી છે.
ટ્રમ્પના અધિકારીએ ઈન્ટેલીજન્સ રીપોર્ટ લીઝ થવાની ઘટનાને દેશદ્રોહ ગણાવીને તપાસ માંગી છે.