New Delhi, તા.13
દિલ્હીમાં વધુ એકવાર સ્કુલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આજે દિલ્હીની ચાર સ્કુલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ઈ-મેલ મળતા અફડાતફડી મચી ગઈ છે.
બીજી બાજુ ઘટનાની જાણકારી મળતા ફાયર બ્રિગેડ અધિકારીઓ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને મામલાની તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે તપાસ બાદ ઘટનાસ્થળેથી હજુ સુધી શંકાસ્પદ વસ્તુ નથી મળી. ઉલ્લેખનીય છે કે દિલ્હીની ઈસ્ટ ઓફ કૈલાસ ડીપીએસ, સલવાન સ્કુલ અને કેમ્બ્રીજ સ્કુલને ઈ-મેલના માધ્યમથી ધમકી મળી છે.