New Delhi, તા. 15
દિલ્હીમાં મેયરની ચૂંટણીમાં આપના ઉમેદવારની જીત થઈ છે. આપના ઉમેદવાર મહેશ કુમારે ભાજપના ઉમેદવાર કિશન લાલને હરાવ્યા હતા.
દિલ્હી મેયરની ચૂંટણીમાં કુલ 263 વોટ પડ્યા હતા. જેમાં આપના ઉમેદવાર મહેશ કુમારને 133 અને જ્યારે ભાજપના ઉમેદવાર કિશનલાલને 130 મત મળ્યા હતા. આમ AAP પાર્ટીની ઉમેદવારનો માત્ર 3 મતથી વિજય થયો હતો.
દિલ્હી મેયરની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થયું હતું. ભાજપ પાસે 120 મત હતા પરંતુ ભાજપના ઉમેદવારને 130 મત મળ્યા હતા. એટલે કે બીજેપીને 10 મત વધુ મળ્યા છે. આમ આદમી પાર્ટીના 10 કાઉન્સિલરોએ ભાજપને વોટ આપ્યો હતો.