New Delhi તા.13
દિલ્હીમાં લાલકિલ્લા નજીક કાર બોંબ બ્લાસ્ટ આતંકવાદી હુમલો હોવાનું સરકારે જાહેર કરી જ દીધુ છે અને તેમાં હવે નવો એક ખુલાસો થયો છે.જે આઈ20 કારમાં વિસ્ફોટ થયો હતો તેમાં ડો,ઉંમર જ હોવાનું જાહેર થયું છે. કારમાંથી મળેલા માનવ અંગો સાથે ડો.ઉંમરનાં પરિવારજનોનાં ડીએનએનું પરિક્ષણ કરાયું હતું.ડીએનએ મેચ થઈ ગયા છે.
કાશ્મીરનાં પુલવામાનું કનેકશન ધરાવતો ડો.ઉંમર ઉન નવી જ કાર ચલાવતો હોવાનું સ્પષ્ટ થતાં તપાસને હવે ચોકકસ દિશા મળવાનું માનવામાં આવી રહ્યું છે. તપાસમાં એવુ બહાર આવ્યું છે કે વિસ્ફોટના 11 દિવસ પૂર્વે જ ડો.ઉંમરે આ કાર ખરીદ કરી હતી.
તપાસનીસ એજન્સીઓ હવે ડો.ઉંમરનાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધોની તપાસ કરી રહી છે.આ ગ્રુપનાં 9 થી 10 સભ્યોમાં 5 થી 6 ડોકટરો હોવાની અને તબિબી જ્ઞાનનો ઉપયોગ રસાયણ-વિસ્ફોટ બનાવવા કરતા હતા.
પોલીસના સૂત્રોએ કહ્યું કે ફરિદાબાદમાંથી 2900 કિલો મોતનો સામાન પકડાયાના બીજા દિવસથી જ ડો. ઉમર લાપતા થઈ ગયો હતો. પાંચે-પાંચ મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.
વિસ્ફોટમાં વપરાયેલી કારમાં સવાર વ્યક્તિ વિશે રહસ્ય હતુ જે હવે ડો.ઉમરના ડીએનએ મેચ થવા સાથે સ્પષ્ટ થઈ ગયુ છે.

