પ્રારંભિક માહિતીમાં જાણવા મળ્યું છે કે આરોપી વ્યક્તિએ પહેલા રેખા ગુપ્તા પર પથ્થર જેવું કંઈક ફેંક્યું હતું
New Delhi, તા.૨૦
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર મુખ્યમંત્રી નિવાસસ્થાને હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હુમલો થયો ત્યારે અહીં જાહેર સુનાવણી ચાલી રહી હતી. મીડિયા રિપોટ્ર્સ મુજબ, રેખા ગુપ્તાને થપ્પડ મારવામાં આવી છે.દિલ્હી ભાજપે ઠ પોસ્ટમાં કહ્યું- એક ૩૫ વર્ષીય વ્યક્તિએ હુમલો કર્યો છે. તે જાહેર સુનાવણી માટે આવ્યો હતો. તેના હાથમાં એક કાગળ પણ હતો. પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે.દિલ્હી ભાજપના પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે જણાવ્યું હતું કે- એક ૩૫ વર્ષીય વ્યક્તિ જાહેર સુનાવણીમાં આવ્યો હતો. તેણે મુખ્યમંત્રીને કેટલાક દસ્તાવેજો આપ્યા હતા. આ પછી, થોડી બોલાચાલી થઈ હતી. તેણે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ કોઈ પાર્ટીનું કામ હોઈ શકે છે.બુધવારે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે તેઓ તેમના નિવાસસ્થાને જાહેર સુનાવણી કરી રહ્યા હતા. પ્રારંભિક માહિતીમાં જાણવા મળ્યું છે કે આરોપી વ્યક્તિએ પહેલા રેખા ગુપ્તા પર પથ્થર જેવું કંઈક ફેંક્યું હતું. પરંતુ જ્યારે તે સીએમ ગુપ્તાને નુકસાન પહોંચાડી શક્યો નહીં, ત્યારે તેણે તેમને થપ્પડ મારવાનો પણ પ્રયાસ પણ કર્યો. પોલીસ હાલમાં સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.જાહેર સુનાવણીમાં હાજર રહેલા શૈલેન્દ્ર કુમારે કહ્યું- હું ઉત્તમ નગરથી ગટર અંગેની ફરિયાદ મામલે આવ્યો હતો. મુખ્યમંત્રી નિવાસસ્થાનના ગેટ પર પહોંચતાની સાથે જ અંધાધૂંધી મચી ગઈ કારણ કે મુખ્યમંત્રીને થપ્પડ મારવામાં આવી હતી.જાહેર સુનાવણી માટે આવેલી અંજલિએ કહ્યું- જો કોઈ નકલી વ્યક્તિ આવીને મુખ્યમંત્રીને થપ્પડ મારી શકે છે, તો આ એક ગંભીર બાબત છે. તે વ્યક્તિ વાત કરી રહ્યો હતો અને અચાનક તેણે થપ્પડ મારી દીધી. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે અને તેને લઈ ગઈ છે.