New Delhi, તા.11
રાજધાનીના અનેક વિસ્તારોમાં આજે પ્રદુષણનું સ્તર ગંભીર અને ગંભીર પ્લસ શ્રેણીમાં પહોંચી ગયું હતું. સવારે 7 વાગ્યે એકયુઆઈ 450થી ઉપર રેકોર્ડ કરવામાં આવ્યું હતું. બવાના, રોહિભી અને મુંડધ સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા હતા. સરકારે પ્રદુષણ ઘટાડવા અનેક પગલા ઉઠાવ્યા છે. પણ હજુ સુધી તેની કોઈ અસર નથી જોવા મળી.
રાજધાની દિલ્હી સહિત એનસીઆરમાં હવાની ગુણવત્તા ખતરનાક સ્તર સુધી પહોંચી ગઈ છે. દિલ્હીવાસીઓ સ્વચ્છ હવા માટે નરસી રહ્યા છે. કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી)ના આંકડા મુજબ આજે મંગળવારે સવારે 7 વાગ્યે દિલ્હીનું વાયુ પ્રદુષણ સૂચકાંક એકયુઆઈ 421 નોંધાયો હતો. જે હવાની ગંભીર શ્રેણીમાં આવે છે.
આનંદ વિહારમાં 442, અલીપુરમાં 434, બવાનામાં 462, રોહિણીમાં 451, મુંડકામાં 455, વઝીરપુરમાં 460, પંજાબી બાગમાં 451 અને આઈટીઓમાં 433 અને ચાંદની ચોકમાં 420 એકયુઆઈ નોંધાયું છે. દિલ્હીમાં હજુ આગામી ત્રણ દિવસ એકયુઆઈ ખૂબજ ખરાબ રહેશે.

