New Delhi,તા.4
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે જમીનના બદલામાં નોકરી (લેન્ડ ફોર જોબ) કેસમાં આરોપ નક્કી કરવાનો આદેશ મોકૂફ કરી દીધો છે. સીબીઆઈ દ્વારા નોંધાયેલા આ કેસમાં લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી, તેજસ્વી યાદવ, તેજ પ્રતાપ યાદવ, મીસા ભારતી, હેમા યાદવ અને અન્ય આરોપીઓ વિરુદ્ધ આરોપ નક્કી થવાના હતા.
પરંતુ કેસની સુનાવણી 8 ડિસેમ્બર સુધી મોકૂફ કરી દેવામાં આવી છે. કોર્ટે સીબીઆઈને આરોપીઓની સ્થિતિની પુષ્ટિ કરવા કહ્યું છે, કારણ કે કાર્યવાહી દરમિયાન કેટલાક આરોપીઓનું મોત થયું હતું.
સીબીઆઈએ 103 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી, પરંતુ 4 આરોપીઓના મોત થયા હોવાથી કોર્ટે સીબીઆઈને કેસની અપડેટ સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.
બીજી તરફ, આરોપ નક્કી કરવા પર નિર્ણય આવતા પહેલા 6 ડિસેમ્બરે રાબડી દેવીની તે યાચિકા પર નિર્ણય આવી શકે છે, જેમાં તેમણે જજ વિશાલ ગગોને કેસમાંથી હટાવવાની માંગ કરી હતી. આ જ જજની કોર્ટમાં કેસની સુનાવણી અત્યાર સુધી ચાલી રહી છે અને આ જ જજ 8 ડિસેમ્બરે કેસની સુનાવણી કરીને નિર્ણય આપી શકે છે.

