New Delhi,તા.20
દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાની પસંદગી થઈ છે. અને તેમની સુરક્ષાને લઈને પણ ખાસ તૈયારીઓ કરાઈ છે. એક સવાલના જવાબમાં દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યુ હતું કે,. શીશ મહેલમાં રહેવા નહીં જાય.
બીજી બાજુ દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે જાહેર થયેલા રેખા ગુપ્તાને ઝેડ કક્ષાની સુરક્ષા આપવામાં આવી છે.ગૃહ મંત્રાલયના આદેશ પર દિલ્હી પોલીસ Z શ્રેણીની સુરક્ષા પૂરી પાડશે. શપથ લીધા પછી તરત જ રેખા ગુપ્તાને Z કેટેગરીની સુરક્ષા મળશે.
રેખા ગુપ્તાના ઘરની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. શપથ લીધા પછી દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને Z કેટેગરીની સુરક્ષા હેઠળ 2 PSO અને 1 એસ્કોર્ટ વાહન મળશે, જેમાં સુરક્ષા કર્મચારીઓ તૈનાત રહેશે.
રેખા ગુપ્તાના ઘરે 4 પોલીસકર્મીઓ, પાછળ 4 પોલીસકર્મીઓ અને 2 કમાન્ડો હાજર રહેશે. z કેગેટરીની સુરક્ષા દિલ્હી પોલીસ, ITBP અથવા CRPF ના જવાનો અને એક એસ્કોર્ટ કાર દ્વારા પૂરી પાડવામાં આવે છે.
આ દેશની ત્રીજી સૌથી મોટી સુરક્ષા વ્યવસ્થા છે. Z કેગેટરીની સુરક્ષામાં 4થી 6 NSG કમાન્ડો અને પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે. 6 રાઉન્ડ ધ ક્લોક પીએસઓ, સ્કોર્ટના 12 કમાન્ડો, વાચર્સ શિફ્ટમાં 2 કમાન્ડો અને 3 ટ્રેંડ ડ્રાઇવર રાઉન્ડ ધ ક્લોક હાજર રહેશે.