Junagadh,તા.23
જાફરાબાદ એસટી બસના ડ્રાઈવર ની મનમાની : જુનાગઢ રાજુલા વાયાં જાફરાબાદ ની એસટી બસ ના ડ્રાઈવર તથા કંડકટર બન્ને મનમાની થી આ બસને જુના બસસ્ટેશન પોઈન્ટ બંદ ચોકમાં લાવવામાં આવતી નથી મુસાફરો ભારે હાલાકી ભોગવવી રહ્યા છે.
જાફરાબાદ ખાતે આવતી જુનાગઢ રાજુલા વાયાં જાફરાબાદ ની એસટી બસ જે નવા બસસ્ટેશન થી બારોબાર થી ચલાવવામાં આવે છે. પરંતુ જુના બસસ્ટેશન બંદર ચોક ના પોઈન્ટ સુધી લાવવામાં આવતી નથી પરંતુ નિગમની તમાંમ બસો આ બંદર ચોકના જુના બસસ્ટેશન આવે છે. પરંતુ આ બસના ફરજ પરના કર્મચારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે. અને મુસાફરો હેરાનપરેશાન થઈ રહ્યા છે.
આ બસ રાત્રીના સમયે આવતી હોય અને મુસાફરો આ બસની રાહ જોઈ જુના બસસ્ટેશન ને બેઠા હોય પરંતુ આ બસ બસસ્ટેશન પોઈન્ટ ઉપરથી જ ચાલતી થઈ જાય છે. અને જુના બસસ્ટેશન સુધી આવતી નથી આ બસના કર્મચારીઓ પોતાની મનસ્વી રીતે બારોબારથી રાજુલા જતી રહે છે.
પરંતુ આ બસ ની રાહ જોઈ ને બેઠેલા મુસાફરો માં મહિલાઓ બાળકો સિનિયર સિટીઝન તમામ મુસાફરો બંદર ચોક ના પીકપ બસસ્ટેશને આ જુનાગઢ જતી બસની રાહ જોઈને બેઠા હોય છે. નવા બસસ્ટેશન ન થી અર્ધા કીલો મીટર દૂર હોય મુસાફરોને રાત્રીના સમયે પગપાળા ચાલીને ગામમાં આવું પડે છે.
જેથી કરીને મુસાફરો ને ખુબજ ત્રાસ થઈ રહ્યો છે. એસટી ના ઉપરી અધિકારી આ બસને બંદર ચોકના જુના બસસ્ટેશન લાવવા માટે કર્મચારીઓ ને કડક સુચના આપવામાં આવે અને શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી મુસાફરો માંથી ઉગ્ર માંગણી થઇ રહી છે.