Rajkot ,તા.21
રાજકોટ સહિત રાજયમાં અનેક સ્થળોએ આજે વ્હેલી સવારે ઉનાળામાં અપવાદરૂપ ગણાતી ઘટના સર્જાઈ હતી.અને ગત રાત્રીનાં પવનની દિશા બદલાઈને ઉત્તરપશ્ચિમમાં ભેજવાળા દરિયાઈ પવનો ફુંકાતા આજે વ્હેલી સવારે આશ્ચર્ય જનક રીતે રાજકોટ સહિત અનેક સ્થળોએ ધૂમ્મસછવાયું હતું.
ભર ઉનાળામાં ધૂમ્મસ છવાતા સવારે આહલાદક વાતાવરણ છવાઈ ગયું હતું.અને લોકોએ નવાઈ અનુભવી હતી.દરમ્યાન ગઈકાલે પણ તાપમાનમાં 4 થી 5ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો.અને માત્ર ચાર સ્થળોએ જ 40 થી 41 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયું હતું.ગઈકાલે અમરેલીમાં 40.9, ભુજમાં 40.2, ગાંધીનગરમાં 40.2 તથા રાજકોટમાં 41.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
જયારે બાકીનાં સ્થળોએ 31 થી 39 ડિગ્રી આસ-પાસ તાપમાન નોંધાવા પામ્યું હતું.તેમજ જામનગર શહેરમાં છેલ્લા 24 કલાકમાં મહતમ તાપમાનમાં 3 ડિગ્રીના ઘટાડા સાથે 34 ડિગ્રી નોંધાયું હતું.જ્યારે લઘુતમ તાપમાનમાં 1.5 ડિગ્રી પારો નીચે સરકતો 24 ડિગ્રી પહોંચી ગયો હતો.તો વાતાવરણમાં ભેજનું પ્રમાણમાં 7 ટકાના વધારા સાથે 85 ટકા રહ્યું હતું.અને પવનની ગતિમાં 3 કિમીનો ઘટાડા સાથે 10.4 કિમિ પહોંચી ગયું છે. તેમજ ભાવનગર શહેર અને જિલ્લામાં ગરમીનું જોર યથાવત છે.
આજે સોમવારે ભાવનગર શહેરનું લઘુત્તમ તાપમાન 23.1 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેદ નું પ્રમાણ 62% રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ 8 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.
ઉપરાંત હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં આગામી 24 કલાક દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહી થાય આજે સોમવારે ગુજરાતમાં ધુળની ડમરીઓ ઉડશે.પવનની ગતિ 20-30 પ્રતિ કિલોમીટરની રહેશે. ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રમાં ધુળની ડરમીઓ ઉડવાની આગાહી હવામાન વિભાગે કરી હતી.
રાજકોટમાં ભરઉનાળે વ્હેલી સવારે ઝાકળ છવાયું!
આજરોજ સવારે ફરી પવનની દિશા બદલાઈ હતી અને ભેજવાળા-દરીયાઈ પવનો ફુંકાયા હતા. જેની અસર હેઠળ આજે વ્હેલી સવારે રાજકોટમાં ભરઉનાળે શિયાળા જેવું ઘુમ્મસ છવાતા નગરજનોમાં નવાઈ ફેલાઈ હતી.