New Delhi, તા.29
આંધ્રપ્રદેશમાં મોન્થા વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે અને અનેક રાજયોમાં ભારે વરસાદ વરસ્યો છે ત્યાં વધુ એક સંકટ ઉભુ થવા લાગ્યુ છે. પુર્વ-મધ્ય અરબી સમુદ્રમાં રહેલુ ડીપ્રેશન ગુજરાતની વધુને વધુ આગળ ધપી રહ્યું છે. આજે સવારે તે વેરાવળના દરિયાથી 430 કી.મી. દુર હતું અને સતત આગળ ધપી રહ્યું છે. મુંબઈના દરિયાથી 410 કીમી દુર હતું.
હવામાન ખાતાના રિપોર્ટ પ્રમાણે આગામી 36 કલાકમાં તે ઉતરપુર્વીય દિશામાં સતત આગળ ધપતુ રહેવાની સંભાવના છે. ડીપ્રેશનને સંલગ્ન અપર એર સાયકલોનીક સરકયુલેશન પરનો ટ્રફ યથાવત જ છે. ટ્રફને કારણે ઉતરપુર્વીયમાં વાદળો છવાયેલા છે અને તેને કારણે કમોસમી વરસાદ ચાલુ રહી શકે છે. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પણ સક્રીય છે
જેને કારણે માવઠા હજુ હવામાન વિભાગે બુધવારે (29 ઓક્ટોબર) અમરેલી, ભાવનગર જિલ્લામાં અતિ ભારે વરસાદની (ઓરેન્જ એલર્ટ) અને દક્ષિણ ગુજરાતના ભચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જૂનાગઢ, સોમનાથ, બોટાદ જિલ્લા તેમજ દીવ-દમણમાં ભારે વરસાદની અને રાજ્યના અન્ય જિલ્લામાં 30-40 કિ.મી ઝડપે પવન સાથે તોફાની વરસાદની ચેતવણી જારી કરી છે.
ડિપ્રેશન મંગળવારે ઉત્તર-પૂર્વ દિશામાં એટલે કે સૌરાષ્ટ્ર ભણી કલાકના 7 કિ.મી.ની ઝડપે આગળ વધ્યું હતું અને આ જ દિશામાં આગળ વધવાનું પૂર્વાનુમાન છે. આ ઉપરાંત કેટલાક મોડેલો અનુસાર ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને વધુ તીવ્ર બની શકે છે.

