New Delhi,તા.10
દેશનાં નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે સી.પી.રાધાકૃષ્ણન ચુંટાય આવ્યા છે અને આગામી દિવસોમાં તે શપથ લેશે. લગભગ 14 જેટલા વિપક્ષી ધારાસભ્યોએ ક્રોસવોટીંગ કર્યુ હોવાનું માનવામાં આવે છે તેમ છતાં પણ અગાઉના ઉપરાષ્ટ્રપતિપદના ચૂંટણીના ઉમેદવાર કરતા સી.પી.રાધાકૃષ્ણનને સાંકડી બહુમતીથી વિજય મળ્યો હોય તે નિશ્ચિત થયું છે.
રાધાકૃષ્ણનની સંપતિ પણ જાહેરાત થઈ છે. તેમની પાસે 42 કરોડની કૃષિની જમીન સહિત રૂા.66 કરોડની મિલ્કતો હોવાનું માનવામાં આવે છે. જો બહુમતીના આંકડા જોઈએ તો રાધાકૃષ્ણનને 58.9 ટકા મત મળ્યા તે અગાઉના બે દશકામાં ચુંટાયેલા ઉપરાષ્ટ્રપતિને મળેલા સૌથી ઓછા મત ગણાય છે.
2002માં ભૈરવસિંહ શેખાવત 59.3 ટકા, 2007માં મહમદ હામીદ અંસારી 59.7 ટકા, 2012માં પણ અંસારી 66.6 ટકા, 2017માં વૈંકયાનાયડુ 66.9 ટકા, 2022માં જગદીપ ધનખડ 72.8 ટકા મતે જીત્યા હતા જયારે 2025માં રાધાકૃષ્ણનને 58.9 ટકા મત મળ્યા છે.
જયારે પરાજીત ઉમેદવારમાં 2012માં સુશીલકુમાર શિંદેને 39.8 ટકા મત મળ્યા હતા જયારે 2025માં વિપક્ષના ઉમેદવાર બી.સુદર્શન રેડ્ડીને 39.1 ટકા મત મળ્યા છે.