Mumbai,તા.25
‘સાથ નિભાના સાથિયા’માં ગોપી બહુની ભૂમિકા ભજવીને ખ્યાતિ મેળવનાર ટેલિવિઝન અભિનેત્રી દેવોલીના ભટ્ટાચારજીને હાલમાં સોશિયલ મીડિયા પર ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. ઘણીવાર પોતાના અંગત જીવનની ઝલક પોતાના ફોલોઅર્સ સાથે શેર કરતી આ અભિનેત્રીએ જન્માષ્ટમીના અવસરે યેલો કુર્તા-પાયજામામાં સજ્જ પોતાના પુત્રનો એક સુંદર ફોટો પોસ્ટ કર્યો હતો. આ પોસ્ટ પર મોટાભાગના ફેન્સે પ્રેમ વરસાવ્યો હતો પરંતુ એક યુઝરે તેના બાળક પર જાતિવાદી ટિપ્પણી કરીને હદ પાર કરી દીધી હતી અને કાળીયો કહ્યો હતો.દેવોલીના ભટ્ટાચારજી પોતાની સ્પષ્ટ વક્તા શૌલી માટે જાણીતી છે તેથી તેણે ચૂપ ન રહેવાનું નક્કી કર્યું. ટિપ્પણીને અવગણવાને બદલે ટ્રોલર્સનો સ્ક્રીનશોટ શેર કર્યા અને તેની ઓળખ જાહેર કરી હતી. પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેણીએ પોતાની નિરાશા વ્યક્ત કરતા લખ્યું હતું કે, ‘બાળકો મોટા થઈને તેમના જેવા કેમ બને છે તેનું ઉત્તમ ઉદાહરણ… તેઓ ઘરે જે કંઈ શીખે છે અને જુએ છે, તે મોટા થઈને તે જ કરશે. દિવસ-રાત રામનું નામ જપવાથી કોઈ ધાર્મિક નથી બનતું, રાવણ પણ શિવભક્ત હતો.’