Dwarka, તા.5
ભારતના પશ્ચિમી ક્ષેત્રમાં બિરાજીત ભગવાન દ્વારકાધીશની કર્મભૂમિ એવી દ્વારકાની પવિત્ર ભૂમિ પર સ્થિત જગત મંદિરમાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો પોતાના પ્રિય કાળીયા ઠાકોરના ચરણોમાં ઝૂકાવવા આવતા હોય છે. દ્વારકા આવી પોતાની શ્રદ્ધા મુજબ ભેટ શોગાદો પણ અર્પણ કરતા હોય છે, અને મનની શાંતિનો અનુભવ કરતા હોય છે.
ગાંધીનગર રાંધેજના રહેવાસી એક પરિવાર સ્વર્ગસ્થ સંકુલતલાબેન રવિન્દ્રકુમાર ત્રિવેદી પરિવાર દ્વારા ભગવાન દ્વારકાધીશના જગત મંદિરમાં ગર્ભ ગૃહ ખાતે મુખ્ય દરવાજા ઉપર આવેલી સુંદર મજાની 20 ગેજ ચાંદીના પતરા પર એમોઝ તથા અદભુત હસ્તકલા દ્વારા બનાવવામાં આવેલ દરવાજાનું શિખર અર્પણ કર્યું હતું.
પરિવાર દ્વારા આ દરવાજાનું શિખર અર્પણ કરતા પૂજારી પરિવાર દ્વારા વિધિ વિધાન સાથે તેનું ફીટ કરવામાં આવ્યું હતું અને ભગવાન દ્વારકાધીશ તરફથી પૂજારી પરિવારે દાતા પરિવારને આશીર્વાદ આપ્યા હતા.

