New Delhi, તા. 5
દેશમાં છેલ્લા એક સપ્તાહમાં સતત બનેલી માર્ગ દુર્ઘટનામાં 50થી વધુ લોકોના મૃત્યુ થયા બાદ હવે છેલ્લા 24 કલાકમાં બે ટ્રેન દુર્ઘટના નોંધાઇ છે. જેમાં પહેલા છત્તીસગઢમાં એક મેમુ ટ્રેન તથા માલગાડીની ટકકર થતા 11 લોકોના મૃત્યુ થયા હતા.
જયારે આજે સવારે કાર્તિક સ્નાન માટે જઇ રહેલા શ્રધ્ધાળુઓના એક સમુહને ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરના ચુનાર રેલ્વે સ્ટેશનમાં કાલકા એકસપ્રેસે હડફેટે લેતા ઓછામાં ઓછા 8 શ્રધ્ધાળુના મૃત્યુ થયા છે અને અનેક ઘાયલ થયા છે જેથી મૃત્યુઆંક વધી શકે છે.
મિર્ઝાપુરના ચુનાર રેલવે સ્ટેશન પર બુધવારે સવારે 9ઃ30 વાગ્યે કાલકા એક્સપ્રેસ ટ્રેનથી 7-8 શ્રદ્ધાળુઓ કપાઈ ગયા. આમાં ઘણા લોકોના મૃત્યુ થયા છે અને કેટલાક ઘાયલ થયા છે. આ દુર્ઘટના બાદ સ્ટેશન પર અફરાતફરી મચી ગઈ.
રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. અકસ્માતમાં માર્યા ગયેલા મોટાભાગના શ્રદ્ધાળુઓ વારાણસીમાં કાર્તિક પૂર્ણિમાના સ્નાન માટે જઈ રહ્યા હતા.
સવારે ચોપનથી ચાલનારી પેસેન્જર ટ્રેન સ્ટેશન પર પહોંચી. કેટલાક યાત્રીઓ બીજી તરફ ઊતરી ગયા. જેવા તે ઊતર્યા, ત્યારે જ તેજ રફતાર કાલકા એક્સપ્રેસ તેમને કાપતી નીકળી ગઈ.
હાડસા પછી અફરાતફરી મચી ગઈ. શ્રદ્ધાળુઓના મૃતદેહોના ટુકડા થઈ ગયા. જોકે, રેલવેએ હજી સુધી મૃત્યુના આંકડાને લઈને કોઈ સત્તાવાર માહિતી આપી નથી. પોલીસ શરીરના ભાગો એકત્રિત કરી રહી છે, પોસ્ટમોર્ટમ માટે મોકલી, મિર્ઝાપુરમાં શ્રદ્ધાળુઓ ટ્રેનની ચપેટમાં આવ્યા, મૃતદેહોના ટુકડા થઈ ગયા.
બુધવારે સવારે 9ઃ30 વાગ્યે મિર્ઝાપુરના ચુનાર રેલવે સ્ટેશન પર એક મોટો અકસ્માત થયો. કાલકા એક્સપ્રેસની ટક્કરે અનેક લોકો ઘાયલ થયા. અહેવાલો દર્શાવે છે કે સાતથી આઠ લોકો ટ્રેનની ટક્કરે ઘાયલ થયા છે. કાર્તિક પૂર્ણિમાના દિવસે શ્રદ્ધાળુઓ ગંગા સ્નાન કરવા માટે ચુનાર જઈ રહેલા રેલવે લાઇન પાર કરી રહ્યા હતા.

