Ahmedabadતા.૧૦
ગુરુપૂર્ણિમા નિમિત્તે રાજ્યમાં આવેલા મોટા મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે, ત્યારે નડિયાદના સંતરામ મંદિર, પંચમહાલના પવાગઢ, અંબાજી, દ્વારકા, ડાકોર, શામળાજી સહિતના પ્રસિદ્ધ તીર્થસ્થાન ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલા સંતરામ મંદિર ખાતે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ગુરુ ભક્તો સંતરામ બાપાના આશીર્વાદ લેવા માટે આવ્યા હતા. આ ઉપરાંત ખેડૂતો પ્રથમ પાક સંતરામ બાપાને અર્પણ કરીને ધન્યતા અનુભવી.
અરવલ્લીના શામળાજી ખાતે શામળિયા શેઠના દર્શન કરવા આજે ગુરુવારે ગુરુપૂર્ણિમાના દિવસે વહેલી સવારથી જ ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો. ગુરુપૂર્ણિમા નિમિત્તે ભગવાન શામળિયાને વિશેષ શણગાર કરવામાં આવ્યો. જ્યારે મંદિર પરિસર શામળિયાના નાદથી ગુંજી ઉઠ્યું હતું. બીજી તરફ, મોડાસાના દેવરાજધામ ખાતે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા હતા. આજે ગુરુપૂર્ણિમાના દિવસે રાજ્યભરના પ્રસિદ્ધ તીર્થસ્થાન ખાતે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે, ત્યારે પંચમહાલ જિલ્લાના પાવાગઢમાં આજે વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટ્યા હતા. અષાઢ સુદ પૂનમ એટલે ગુરૂપૂર્ણિમાના આજના પાવન દિવસે અંબાજી મંદિરમાં દર્શનાર્થે મોટી સંખ્યામાં માઇ ભક્તો ઉમટ્યાં હતા. અંબાજી મંદિરના મુખ્ય પૂજારી ભટ્ટજી મહારાજને ગુરુ માનીને તેમની પૂજા કરીને ભક્તોએ આશીર્વાદ મેળવ્યા હતા.
આજે ગુરૂપૂર્ણિમાની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભક્તો રાજ્યના અલગ-અલગ પવિત્ર યાત્રાધામ ખાતે પહોંચીને ભગવાનના દર્શન કર્યા હતાં જેમાં ભગવાન રણછોડરાયના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી હતી દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિર ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા પહોંચ્યા હતા. ભગવાનના દર્શન કરવા માટે માનવ મેદની ઉમટી હતી, ત્યારે જગત મંદિરમાં ’કૃષ્ણ વંદે જગદગુરુ’ નો નાદ ગુંજી ઉઠ્યો હતો. આ દરમિયાન આજે મૂળ ગાદી પર પૂજન સાથે દ્વારકાધીશ જગતમંદિરના શિખર પર ધ્વજા આરોહણ કરવામાં આવી.
ગુજરાતભરમાંથી લોકો ગુરુ પૂર્ણિમાના દિવસે બગદાણા આવે છે. એક લાખ કરતા વધુ ભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા મહાપ્રસાદનું આયોજન છે. લાડું, ગાંઠિયા, દાળ-ભાત, શાક, રોટલીનો મહાપ્રસાદનો સદાવ્રત રાખવામાં આવ્યો છે. ગોહિલવાડના સુપ્રસિદ્ધ તીર્થ સ્થાન પૂજ્ય સંતશ્રી બજરંગદાસ બાપાની તપોભૂમિ બગદાણા તા.મહુવા ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. ગુરુ આશ્રમ ખાતેના કાર્યાલયથી ગુરુપુનમ દિવસના ઘોષિત થયેલા કાર્યક્રમ મુજબ સવારના પાંચ કલાકે મંગલા આરતી થઇ છે. ત્યારબાદ ધ્વજા પૂજન અને ધજારોહાણ થયુ
સાક્ષાત શેષાઅવતાર જગદગુરૂ શ્રી ૧૦૦૮ શ્રી ભગવાન શ્રી રામાનુજાચાર્ય સ્વામી મહારાજ નું પુજન અને ગુરુશ્રી ૧૦૦૮ ઉભય વેદાંત પ્રવર્તકાર્યાચાર્ય શ્રી શૈલાનંતપુરૂષ શ્રી રામાનુજાચાર્ય ( શ્રીનિધીજી ) સ્વામીજી ની પુજન બાદ ની ભવ્ય શોભાયાત્રા શ્રી મધુકવિપીઠ આશ્રમ , અર્જુન નગર રોડ થી નિકળી હતી . જેમાં કલોલ શહેર અને આજુબાજુ ના વસતા ઘણા સેંકડો ભાવિક ભક્તોએ ઉત્સાહ પૂર્વક શોભાયાત્રા માં ભાગ લાભ લીધો હતો . અને આ યાત્રા નું એન. કે . ચોક . બારોટવાસ આગળ સ્થાનીક લોકો તેમજ બારોટ સમાજ ના અગ્રણીઓ તેમજ જય શ્રી શ્રી મન્નનારાયણ યુવા ગૃપ તરફ થી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ . ત્યારબાદ સ્વામી શ્રી ના પ્રવચન નો અને ભોજન પ્રસાદ નો ભાવિક ભક્તો એ લાભ લીધો હતો .