Morbi,તા.23
રફાળેશ્વર મંદિરે પિતૃ તર્પણ-દર્શન માટે હજારો ભક્તોનો મેળાવડો,મેળાની વિવિધ રાઇડ્સ અને ખાણીપીણીનો પણ આનંદ લીધો
આજે શ્રાવણ માસની અમાસના દિવસે પિતૃ તર્પણનું અનેરું મહત્વ રહેલું છે અને આજે દરેક હિંદુ પરિવારો પિતૃને પાણી રેડી પિતૃ તર્પણ કરતા હોય છે ત્યારે મોરબીના રફાળેશ્વર ગામે આવેલ પૌરાણિક શ્રી રફાળેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારથી ભક્તોની મોટી ભીડ જોવા મળી હતી
રફાળેશ્વર મંદિરે વહેલી સવારે ૪ વાગ્યાથી જ ભક્તો પિતૃ તર્પણ માટે પહોંચી ગયા હતા અને પિતૃઓના મોક્ષ અર્થે પીપળે જળ અર્પણ કરી પિતૃદેવોને પ્રાર્થના કરી હતી તે ઉપરાંત અમાસ નિમિતે પરંપરાગત લોકમેળો પણ યોજાય છે જે શુક્રવારે સાંજથી લોકમેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને આજે શનિવારે મોડી રાત્રી સુધી કાર્યરત રહેશે જે મેળાનો પણ બાળકોથી લઈને વડીલો સહિતના સૌ કોઈએ લહાવો લીધો હતો વિવિધ રાઇડ્સમાં બેસી બાળકો, યુવાનો અને મહિલાઓએ મોજ માણી હતી મેલો અને અમાસમાં શ્રદ્ધાળુઓની સંખ્યાને ધ્યાને લઈને પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવાયો હતો તેમજ ફાયર વિભાગની ટીમ પણ મેલા ખાતે તૈનાત કરવામાં આવી હતી હજારો ભક્તોએ અમાસના દિવસે પિતૃ તર્પણ કરી પિતૃઓ પ્રત્યેનું ઋણ અદા કર્યું હતું