Surendranagar, તા.16
ધજાળા પોલીસને પેટ્રોલિંગ દજરમિયાન નિનામા ગામના વલ્કુભાઈ કાથડભાઈ કાઠી દરબાર નિનામા ગામની સીમમાં નિનામા ગામથી શેખડોદ ગામ તરફ જવાના રસ્તે વાડીના શેઢે દેશી દારૂ બનાવવાનો આથો નાંખેલો છે તેવી બાતમી મળી હતી.
જેના આધારે ધજાળા પોલીસ એએસઆઇ ડી.જે. ડોડીયા, વિજયસિંહ ચૌહાણ સહિતના પોલીસ કર્મીઓએ રેડ કરતા કોઇ શખસ હાજર મળી આવ્યો ન હતો.વધુ તપાસ કરતા બાવળની કાંટમાં પ્લાસ્ટિકનું 1 બેરલ મળ્યું જેમાં દેશી દારૂનો 200 લીટર આથો કિંમત રૂ.5000નો ઝડપાયો હતો. પોલીસે તીવ્રવાસ મારતા દેશી દારૂના આથાનો નાશ કર્યો હતો. નિનામાના વલ્કુભાઈ સામે ગુનો દાખલ કરાયો છે.