Dhangadhra,તા.26
સુશાસન દિવસ નિમિત્તે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નવનિર્મિત ધાંગધ્રા નગરપાલિકા ખાતે આવેલ ઘાટ દરવાજા પાસે પથિકાશ્રમને નવ નિર્મિત વિવિધ સુવિધાઓ માટે જન સુવિધા કેન્દ્રનું “સીટી સિવિક સેન્ટર”નું ઈ-લોકાર્પણ કાર્યક્રમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વરદ હસ્તે જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, શહેર પ્રમુખ નિશાંત પ્રજાપતિ, સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા..
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેયીજીની એકસોમી જન્મ જયંતી છે ત્યારે દેશમાં આજના દિવસને સુ શાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ આજના દિવસે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિવિધ વિકાસના કામોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જેમાં ધ્રાંગધ્રા શહેરમાં પણ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નવનિર્મિત પથિકાશ્રમને વિવિધ સુવિધાઓ માટે જન સુવિધા કેન્દ્રનું “સીટી સિવિક સેન્ટર”નું ઈ- લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ્ હસ્તે વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા,ચીફ ઓફિસર, મન્ટીલ પટેલ,પ્રમુખ કુલદીપસિંહ ઝાલ શહેર ભાજપ પ્રમુખ નીશાતભાઈ પ્રજાપતિ ઉપપ્રમુખ હિરેનભાઇ કાનાબાર પ્રો જીવણભાઈ ડાંગર પૂજાબેન જાદવ ગાયત્રીબા રાણા કિરીટસિંહ જાડેજા. નરેશભાઈ પટેલ. જીગીશાબેન નાયક રમેશભાઈ પ્રજાપતિ સંજયભાઈ ગોવાણી તેમજ સુધરાઈ સભ્યો તેમજ સંગઠનના હોદ્દેદારો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા.