Dhangadhra,,તા.26
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં મામલતદાર ગોહિલ સાહેબ દ્વારા સરાનીય કામગીરી કરવામાં આવી રહી છે ધ્રાંગધ્રા માં પથ્થર તથા ગેરકાયદેસર માટી ચોરી કરતા શખ્સોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે જાણવા મળતી માહિતી અનુસાર ક્યારથી ધ્રાંગધ્રા મામલતદાર ગોહિલ સાહેબ દ્વારા મામલતદાર તરીકેનો ચાર સંભાર્યો ત્યારથી ભૂ-માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ધ્રાંગધ્રા ના બાલા હનુમાન વિસ્તાર નજીક માટી ચોરી થતી હોવાની માહિતી મામલતદાર ગોહિલ સાહેબને મળતાની સાથે જ મામલતદાર દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને માટી ચોરી કરતા એક હિટાચી મશીન અને બે ડમ્ફરને સિઝ કરવામાં આવ્યા હતા ધ્રાંગધ્રા તાલુકાના શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અનેક જગ્યાએ માટી ચોરી તથા ગેરકાયદેસર નીકળતા પથ્થરો પર ધ્રાંગધ્રા મામલતદાર દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે જાણવા મળતી માહિતી અનુસાર ધ્રાંગધ્રા બાલા હનુમાન મંદિર પાસેથી ગેરકાયદેસર માટી ચોરી કરીને મેળાના મેદાન તથા રામપુરીના પાછળના ભાગે રેલ્વે ટ્રેક પાસે રેલવેના કામમાં કોન્ટ્રાક્ટરો પાસેથી હજારો રૂપિયા લઇ અને મફતની માટીનો વેપલો કરી રહ્યા છે જેની જાણ ધ્રાંગધ્રા મામલતદાર ગોહિલ સાહેબને થતાની સાથે જ તાત્કાલિક માટી ચોરી કરતા જગ્યા પર તાત્કાલિક આવીને એક હિટાચી મશીન તથા બે ડમ્ફરને ને સીજ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જ્યારે મામલતદાર દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે આ હિટાચી મશીન તથા ડમ્ફર કોના છે? ત્યારે તપાસમાં ખુલ્યું કે આ હટાચી મશીન તથા બે ડમ્ફર ભગાજી વણઝારા નામના શખ્સનું હોવાનું સામે આવ્યું હતું ત્યારે હાલ તો
ધ્રાંગધ્રા મામલતદાર ગોહિલ સાહેબ દ્વારા એક કીટાચી મશીન અને બે ડમ્ફરને સિઝ કરી દંડાત્મક કાર્યવાહી કરતા ભુ-માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો