Dhangadhra,તા.26
ધાંગધ્રા સીટી પોલીસના પીએસઆઇ વી એલ વાધેલા દ્વારા સમગ્ર સ્ટાફ સાથે રાખીને શહેરી વિસ્તારમાં હાઇ-વે પર ટ્રાફિક ડ્રાઇવ યોજી હતી. આ ડ્રાઇવ દરમિયાન ધ્રાંગધ્રા સીટી પોલીસે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે લાલ આંખ કરી હતી. અને નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરી 5.જેટલા વાહન ડિટેઇન કર્યા હતા જેમાં ફોરવીલ ગાડી,રીક્ષા, મોટરસાયકલ સહીત પાચ વાહનો ડીટેઇન કરીને 9100 નો દંડ કરવામાં આવ્યો હતો.
ધાંગધ્રા સીટી પોલીસની ટીમ પીએસઆઇ વાધેલા સહીત સમગ્ર સ્ટાફ દ્વારા શહેરી વિસ્તારમાં ફુલેશ્વર મંદિર, આર્મી લાઇન, રોડ પર ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ ટ્રાફિક ડ્રાઈવમાં પોલીસે વાહનચાલકો સામે લાલ આંખ કરી હોય ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરી હતી. ત્યારે ધ્રાંગધ્રા પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર ધ્રાંગધ્રા પોલીસની ટીમે આ ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન ટ્રાફિક નિયમનો ભંગ કરતાં ફોરવીલ ગાડી, રીક્ષા,મોટરસાયકલ, સહીત પાચ ડીટેઇન કરાયા હતા સાથે રૂપિયા 9100 નો દંડ ફાટકારવામાં આવતા ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયેલો હતો