Mumbai,તા.11
બોલિવૂડના પીઢ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત નાજુક હોવાના અહેવાલો વચ્ચે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. અભિનેતાને આઈસીયુમાં વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા. આ ગંભીર પરિસ્થિતિને જોતા ધર્મેન્દ્રના મુંબઈ સ્થિત નિવાસસ્થાનની બહાર પોલીસના બેરિકેડ્સ લગાવી દેવામાં આવ્યા છે.
ધર્મેન્દ્રની તબિયત બગડવાના સમાચાર મળતા જ બોલિવૂડના અનેક કલાકારો તેમને મળવા માટે હોસ્પિટલ પહોંચી રહ્યા છે. આજે સુપરસ્ટાર શાહરૂખ ખાન પુત્ર આર્યન ખાન સાથે ભારે સુરક્ષા વચ્ચે હોસ્પિટલમાં પહોંચ્યા હતા. આ પહેલા સુપરસ્ટાર સલમાન ખાન પણ ધર્મેન્દ્રના હાલચાલ જાણવા આવ્યા હતાધર્મેન્દ્રની સેકન્ડ વાઈફ અને દિગ્ગજ અભિનેત્રી હેમા માલિનીએ સોશિયલ મીડિયા પર ધર્મેન્દ્રનો ફોટો પોસ્ટ કરીને હેલ્થ અપડેટ આપ્યું છે. તેમણે લખ્યું છે કે, ‘હું ધરમજીની ચિંતા કરનાર સૌનો આભાર માનું છું. તેઓ ડોક્ટર્સની દેખરેખ હેઠળ હોસ્પિટલમાં છે, સતત ચેકઅપ થઈ રહ્યું છે અને અમે બધા તેમની સાથે છીએ. હું સૌને તેમના કલ્યાણ અને જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરવા અપીલ કરું છુંસની દેઓલ પુત્ર કરણ દેઓલ અને રાજવીર દેઓલ સાથે પિતાને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેમના ચહેરા પર માયુસી સ્પષ્ટ દેખાઈ રહી હતી. હેમા માલિની અને તેમની દીકરી ઈશા દેઓલ પણ તેમને મળવા પહોંચ્યા હતા. ઉપરાંત, બોબી દેઓલના પત્ની તાન્યા દેઓલ પણ સસરાનો હાલ જાણવા હોસ્પિટલ પહોંચ્યા હતા. કોમેડિયન ભારતી સિંહએ પણ ધર્મેન્દ્ર જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી હતી.ધર્મેન્દ્રની તબિયતને લઈને ચિંતા વધી છે, પરંતુ સની દેઓલની ટીમે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું છે કે, ‘મિસ્ટર ધર્મેન્દ્રની હાલત સ્થિર છે અને તેઓ ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. અમે તેમના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરીએ છીએ અને સૌને વિનંતી કરીએ છીએ કે પરિવારની પ્રાઈવસીનું સન્માન કરે.’ જોકે, ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા એક સૂત્રએ પીટીઆઈને કહ્યું કે, ‘ધરમજીની હાલત ઠીક નથી.’ તેમના એક નજીકના મિત્ર અવતાર ગિલે પણ જણાવ્યું કે, ધર્મેન્દ્રની તબિયત થોડા સમયથી સારી નહોતી અને દવાઓની અસર પણ થઈ રહી નહોતી.સાંસદ અને અભિનેતા ધર્મેન્દ્રની પત્ની હેમા માલિનીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું કે, ‘હું ધરમજી વિશે ચિંતા કરવા બદલ બધાનો આભાર માનું છું, જેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને અમે બધા તેમની સાથે છીએ. હું તમને બધાને વિનંતી કરું છું કે, તેમના સ્વાસ્થ્ય અને ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરો.’

